Not Set/ સીએમ વિજય રૂપાણીએ આરક્ષણ અંગે હાર્દિક પટેલ પર કર્યા પ્રહારો, જાણો શું કહ્યું ?

ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇ ધમાસાણ જોવા મળી રહ્યું છે. ત્યારે રાજકીય પાર્ટીઓ વચ્ચે જોવા મળતા આરોપ-પ્રત્યારોપ વચ્ચે મુખ્યમંત્રી વિજય રુપાણીએ પાટીદાર આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ પર આરક્ષણ અંગે પલટવાર કર્યો છે. સીએમ રુપાણીએ હાર્દિક પટેલ પર પ્રહાર કરતા કહ્યું, “કોંગ્રેસ નહિ હાર્દિક જ આરક્ષણ પર પોતાનું વલણ કરે”. તેઓએ જણાવ્યું, કોંગ્રેસે પાટીદારોને ઓબીસી હેઠળ અનામત આપવાનો વાયદો […]

Gujarat

ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇ ધમાસાણ જોવા મળી રહ્યું છે. ત્યારે રાજકીય પાર્ટીઓ વચ્ચે જોવા મળતા આરોપ-પ્રત્યારોપ વચ્ચે મુખ્યમંત્રી વિજય રુપાણીએ પાટીદાર આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ પર આરક્ષણ અંગે પલટવાર કર્યો છે. સીએમ રુપાણીએ હાર્દિક પટેલ પર પ્રહાર કરતા કહ્યું, “કોંગ્રેસ નહિ હાર્દિક જ આરક્ષણ પર પોતાનું વલણ કરે”.

તેઓએ જણાવ્યું, કોંગ્રેસે પાટીદારોને ઓબીસી હેઠળ અનામત આપવાનો વાયદો ક્યારેય પણ કર્યો ન હતો. પરંતુ હાર્દિક પટેલે વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસને ટેકો આપવાનું કહ્યું હતું,

મહત્વનું છે કે, હાર્દિક પટેલે શનિવારે કોંગ્રેસને અલ્ટીમેટમ આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ ૩ નવેમ્બર સુધી આરક્ષણ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરે. અને જનાવે કે તેઓ પાટીદારોને તેમના બંધારણીય અનામતનો અધિકાર કેવી રીતે આપશે.