Gujarat News/ તાપી-વલસાડમાં કમોસમી વરસાદ, 8 શહેરોમાં પારો 40 ડિગ્રી પાર

વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારોમાં કમોસમી વરસાદ (Unseasonal Rains)નોંધાયો હતો.

Gujarat
રાજ્યમાં એક તરફ કમોસમી (Unseasonal Rains)વરસાદ અને બીજી તરફ આકરી ગરમીનો ડબલ એટેક જોવા મળી રહ્યો છે

Gujarat News : રાજ્યમાં એક તરફ કમોસમી (Unseasonal Rains)વરસાદ અને બીજી તરફ આકરી ગરમીનો ડબલ એટેક જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, જ્યારે અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર (Mercury Crosses 40 Degrees) પહોંચતા લોકો ગરમીથી અકળાઈ ઉઠ્યા છે. હવામાન વિભાગે આગામી 9થી 12 મે દરમિયાન હીટવેવને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે.

ગુરુવારે રાજ્યના 8 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. 43.5 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું, જ્યારે અમદાવાદમાં પણ પારો 42.3 ડિગ્રી સુધી પહોંચતા બપોર દરમિયાન રસ્તાઓ સૂમસામ બન્યા હતા.

વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારોમાં કમોસમી વરસાદ (Unseasonal Rains)નોંધાયો

બીજી તરફ દક્ષિણ ગુજરાતના વલસાડ અને તાપી (Tapi-Valsad) જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારોમાં કમોસમી વરસાદ (Unseasonal Rains)નોંધાયો હતો. તાપી જિલ્લાના વાલોડમાં પણ સાંજના સમયે વાદળછાયું વાતાવરણ સર્જાઈ પવન સાથે વરસાદ વરસ્યો હતો. અચાનક પડેલા માવઠાથી ગરમીમાં રાહત મળી હતી, પરંતુ વેપારીઓ અને સ્થાનિપુર અને કપરાડાના અંતરિયાકોમાં દોડધામ મચી ગઈ હતી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન સક્રિય થતા વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. જોકે આગામી 48 કલાક બાદ તાપમાનમાં ફરી 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

9 મેથી રાજ્યમાં ગરમીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. કચ્છ, દ્વારકા અને રાજકોટ જિલ્લામાં હીટવેવની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 10 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, વડોદરા, સુરત અને ભાવનગર જિલ્લામાં હીટવેવની અસર જોવા મળી શકે છે.

જ્યારે 11 અને 12 મે દરમિયાન બનાસકાંઠા, સુરેન્દ્રનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, અમદાવાદ, સુરત અને વડોદરામાં ગરમીની સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.


આ પણ વાંચો : ગુજરાતમાં 8 મે સુધી કમોસમી વરસાદનો કહેર, 11 મે પછી દઝાડતી ગરમી શરૂ: અંબાલાલ પટેલ

આ પણ વાંચો : આ તારીખે બેસશે ચોમાસું, અંબાલાલ પટેલે કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની પણ કરી આગાહી

આ પણ વાંચો : ગુજરાતના હવામાનમાં મોટો પલટો, ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી