Today Special/ ‘માનવતાને જીવિત રાખો’…આ થીમ સાથે આજે 8 મેના રોજ મનાવાશે ‘વિશ્વ રેડક્રોસ દિવસ’…

‘વિશ્વ રેડક્રોસ દિવસ’ (World Red Cross Day 2026) નું મુખ્ય ધ્યેય માણસાઇને જીવિત રાખવાનું છે. યુદ્ધ અને આપત્તિના સમયે ઘાયલો અને જરુરિયાતમંદો…

Trending Lifestyle
World Red Cross Day 2026,માનવતા, રક્તદાન, શિબિર, 8 મે 2026

Today Special: વિશ્વભરમાં આજે અર્થાત્ 8 મેના દિવસે ‘વિશ્વ રેડક્રોસ દિવસ’ (World Red Cross Day 2026, 8 May) મનાવવામાં આવે છે. આ દિવસ રેડ ક્રોસના સંસ્થાપક હેનરી ડ્યૂનાંટની જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં મનાવાય છે.

આ વિશેષ દિવસ એ સ્વયંસેવકોને સમર્પિત છે જે સંકટ સમયે નિસ્વાર્થ ભાવનાથી માનવીય પીડાને ઓછી કરવા માટે કાર્ય કરે છે.

મુખ્યત્વે આ દિવસ મનાવવાનો ઉદ્દેશ્ય માનવીય સેવા, કરુણા અને કોઈ પણ જાતના ભેદભાવ વિના લોકોની મદદ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

હેનરી ડ્યૂનાંટ (Henry Dunant) જેમને વિશ્વનો પ્રથમ નોબલ શાંતિ પુરસ્કાર (Nobel Peace Prize) પ્રાપ્ત થયો હતો એમના જન્મદિવસે આ ખાસ દિવસ મનાવાય છે.

આ વિશેષ અવસરે લોકો રક્તદાન શિબિર, પ્રાથમિક ચિકિત્સા પ્રશિક્ષણ અને જાગૃતિ અભિયાનનું આયોજન કરે છે.

World Red Cross Day 2026,માનવતા, રક્તદાન, શિબિર, 8 મે 2026

‘વિશ્વ રેડક્રોસ દિવસ’ ની થીમ (World Red Cross Day 2026 Theme)

આ વર્ષ 2026ની થીમ છે…

‘Keeping the Humanity Alive’..

અર્થાત્

‘માનવતાને જીવિત રાખો’…

આ રેડક્રોસ આંદોલનનું મુખ્ય ધ્યેય માણસાઇ (Humanity)ને જીવિત રાખવાનું છે. યુદ્ધ અને આપત્તિ (War & Disaster)ના સમયે ઘાયલો અને જરુરિયાતમંદ લોકોની મદદ કરવા અને સ્વાસ્થ્ય સેવાઓમાં યોગદાન આપવાનું મુખ્ય લક્ષ્ય છે. સમાજમાં સહાનુભૂતિ, કરુણા અને એકતાનો સંદેશ પણ આ દિવસ પ્રસરાવે છે.

World Red Cross Day 2026,માનવતા, રક્તદાન, શિબિર, 8 મે 2026

‘વિશ્વ રેડક્રોસ દિવસ’નો ઇતિહાસ (History of Red Cross)

‘ઇન્ટરનેશનલ કમિટી ઑફ ધ રેડ ક્રોસ’ (ICRC) ની સ્થાપના વર્ષ 1863માં થઇ હતી.

વર્ષ 1859માં ઈટલીના સોલ્ફેરિનો યુદ્ધની વિભીષિકા જોઇને હેનરી ડ્યુનાંટનું હૈયું વિચલિત થઇ ગયેલું. એમણે ઘાયલોની મદદ માટે એક તટસ્થ સંસ્થા બનાવવાનો વિચાર કર્યો હતો જેના પરિણામે વર્ષ 1863માં રેડક્રોસની સ્થાપના થઇ હતી.

World Red Cross Day 2026,માનવતા, રક્તદાન, શિબિર, 8 મે 2026

રેડક્રોસના 7 મૂળભૂત સિદ્ધાંતો (7 Principles of Red Cross)

1. માનવતા

2. નિષ્પક્ષતા

3. તટસ્થતા

4. સ્વતંત્રતા

5. સ્વૈચ્છિક સેવા

6. એકતા

7. સાર્વભૌમિકતા

આ દિવસે શું કરવામાં આવે છે?

આ વિશેષ દિવસે દુનિયાભરમાં રક્તદાન શિબિર (Blood Donation Camps)નું આયોજન કરાય છે. ઉત્કૃષ્ટ સેવાઓ બદલ વોલેન્ટિયર્સને સન્માનિત કરાય છે. શાળાઓ અને કોલેજોમાં પ્રાથમિક ચિકિત્સા (First Aid) અને સામાજીક જવાબદારી વિષ્યક સેમિનાર આયોજીત કરવામાં આવે છે.


આ પણ વાંચો: પાયાગત માનવીય મૂલ્યોને જાળવી રાખવા અંગેની પ્રતિબદ્ધતાની અભિવ્યક્તિ સમ…’વિશ્વ કાર્યસ્થળ સુરક્ષા અને સ્વાસ્થ્ય દિવસ’…