Today Special: વિશ્વભરમાં પ્રત્યેક વર્ષે 13 ફેબ્રુઆરીએ ‘વિશ્વ રેડિયો દિવસ’ (World Radio Day) મનાવવામાં આવે છે. આ વર્ષ 2026નું થીમ છે, રેડિયો અને કૃત્રિમ બુદ્ધિમત્તા (Radio And AI)….જે એઆઈના આ યુગમાં પારંપરિક રેડિયોની આવશ્યકતા અને વિકાસ પર કેન્દ્રિત વિષય છે. જે દર્શાવે છે કે, રેડિયોના ઉત્પાદન અને વિશ્વસનીયતા વધારવા માટે AI ને નૈતિક રીતે શી રીતે ઉપયોગમાં લાવી શકાય છે.
આ અંગે આકાશવાણી (Akashvani) દ્વારા 5 થી 10 ફેબ્રુઆરી દરમિયાન, ‘રેડિયોની યાદો અને વિકસિત ભારત’ થીમ (Theme) પર એક શોર્ટ વીડિયો પ્રતિયોગિતાનું પણ આયોજન કર્યું હતું જેના પરિણામો આજે 13 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે.
વિશ્વ રેડિયો દિવસ (World Radio Day)નો ઇતિહાસ
આ દિવસને મનાવવા અંગે વર્ષ 2011માં યૂનેસ્કો (UNESCO)ના સભ્ય દેશોએ મળીને ધોષણા કરી હતી. વર્ષ 2012 માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UN) દ્વારા એને માન્યતા મળી અને ત્યારથી આ વિશેષ દિવસ 13 ફેબ્રુઆરીએ પ્રત્યેક વર્ષે ઉજવવામાં આવે છે. રેડિયો દિવસ મનાવવા પાછળનો મુખ્ય હેતુ પ્રસારકો દ્વારા પ્રસારિત સમાચારો, એમણે ઉઠાવેલા મુદ્દાઓ તથા એમણે શૅર કરેલી કહાણીઓ માટે આભાર વ્યક્ત કરવાનો દિવસ છે.
આ દિવસ રેડિયો અને શ્રોતાઓની સામુદાયિક ભાગીદારીના વિકાસ પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે.

રેડિયો તરંગોના શોધક હેનરિક હર્ટઝ
પ્રખ્યાત જર્મન ભૌતિકશાસ્ત્રી હેનરિક રુડોલ્ફ હર્ટઝ (Heinrich Rudolf Hertz)નો જન્મ 22 ફેબ્રુઆરી 1857માં થયો હતો અને એમનું મૃત્યુ 1 જાન્યુઆરી 1894ના રોજ થયું હતુ. તે પ્રથમ વ્યક્તિ હતા જેમણે પ્રયોગો કરીને એ સાબિત કરેલું કે, રેડિયો તરંગો (ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો)નું અસ્તિત્વ છે.
પ્રસારણ ત્યારે જ થાય છે જ્યારે એક રેડિયો સિગ્નલ (Radio Signal) એક સાથે અનેક રિસીવરોને મોકલવામાં આવે છે.
પ્રથમ રેડિયો સિગ્નલ એકતરફી હતો અને ટેલીગ્રાફિક સંદેશાઓ (Telegraphic Messages)ને પ્રતિસ્થાપિત કરવા માટેનો એક પ્રયાસ હતો. હેનરિકે પ્રકાશ અને વિદ્યુતચુંબકીય તરંગોની સમાનતા દર્શાવી હતી જે પછીથી આધુનિક રેડિયો, ટેલિવિઝન તથા વાયરલેસ સંચારનો (Radio, TV & Wireless Broadcast) આધાર બન્યા હતા.
એફએમ રેડિયોની શરુઆત વર્ષ 1939 ના વર્ષમાં થઇ હતી અને આજે દુનિયાભરમાં હજારો રેડિયો સ્ટેશન છે.

રેડિયો અને કૃત્રિમ બુદ્ધિમત્તા (Radio And AI) મુખ્ય થીમ
આજે AI એ એક નવીન અધ્યાયની શરુઆત કરેલી છે. કેવલ નાવિન્ય પ્રદાન કરવા નહિં, પરંતુ શ્રોતાઓ સાથેના એમના સંબંધોને ગહન કરવા માટે પણ એ ઉપયોગી છે.
જ્યારે પણ AI નો ઉપયોગ વ્યાવસાયિક નિર્ણય, રચનાત્મકતા અને સાર્વજનિક સેવા મૂલ્યોનું સમર્થન કરવા માટે નૈતિક અને જવાબદારીપૂર્વક કરવામાં આવે છે તો એ શ્રોતાઓ કે દર્શકોના વિશ્વાસને મજબૂક કરવામાં એક ઉત્તમ સહયોગી બની શકે છે.
નિષ્કર્ષ એ છે કે, ફક્ત ટેકનિકથી જ વિશ્વાસ નથી કેળવાતો પણ રેડિયો પ્રસારકો જ વિશ્વાસને સીંચનારું એક મહત્વપૂર્ણ પરિબળ છે.

ટીવીથી પહેલા રેડિયોની અભૂતપૂર્વ લોકપ્રિયતા
ટેલિવિઝનના આવિષ્કાર અગાઉ રેડિયો જ સમગ્ર દુનિયાના મોટાભાગના લોકોનું મુખ્ય આકર્ષણ હતું. આ ઉપકરણ સસ્તુ તો હતુ જ પણ એના અનેક ફાયદા હતા…એક નાનકડા કસબાથી માંડીને ગામડાઓ સુધી તથા એક દેશથી માંડીને દુનિયાભરના દેશો વચ્ચે આનાથી સંપર્કસેતુ બંધાયો છે.
રેડિયોએ અનેકવિધ વાનગી પીરસી છે જેમાં સાંપ્રત ઘટનાઓ, સમાચારો, મનોરંજન સામગ્રી (Entertainment Content) જેમ કે, કહાણીઓ, ગીતો ઉપરાંત, શૈક્ષણિક કાર્યક્રમ અને ચિકિત્સા સંબંધી તમામ કથાવસ્તુનો એમાં સમાવેશ થાય છે. આના વિના તો આપણે માનવ સભ્યતાથી એક સમયે પૂર્ણ રીતે કપાયેલા હતા એ યાદ રાખવું જ રહ્યું! આજે પણ વિવિધ ચેનલો દ્વારા મનોરંજન પીરસતો રેડિયો ઘર-ધરનું અભિન્ન અંગ બની ચૂક્યો છે.
આ પણ વાંચો: આજે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ડે… ICG દિવસની ઉજવણી…ભારતીય તટના રક્ષકોનું સન્માન..!
આ પણ વાંચો:
