Today Special: ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ વીક અર્થાત્ ‘આંતરરાષ્ટ્રીય વિકાસ સપ્તાહ’ (IDW) એ દર વર્ષે ઉજવવામાં આવતું એક મહત્વપૂર્ણ સપ્તાહ છે. આ સપ્તાહ પ્રતિ વર્ષ વૈશ્વિક સ્તરે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં મનાવવામાં આવે છે.
‘આંતરરાષ્ટ્રીય વિકાસ સપ્તાહ’ (International Development Week)નો મૂળભૂત હેતુ વૈશ્વિક વિકાસ અંગે જાગૃતિ વધારવાનો છે. આ ઉપરાંત, એનો ઉદ્દેશ્ય એવા વિચારોને પ્રદર્શિત કરીને અમલીકરણ તરફ આગળ વધવાનો છે જે દ્વારા લોકોમાં ગરીબી નાબૂદીમાં મદદ મળે અને એક વધુ સમૃદ્ધ, સહકારિતાયુક્ત અને શાંતિપૂર્ણ જગત વિકસાવવા તરફ આગળ વધવામાં યોગદાન આપી શકાય. આ સપ્તાહ પ્રતિ વર્ષ 1 ફેબ્રુઆરીથી 7 ફેબ્રુઆરી દરમિયાન ઉજવવામાં આવે છે. હાલ આ સપ્તાહની ઉજવણી થઇ રહી છે. તો ચાલો જાણીએ એનો ઇતિહાસ, મહત્વ અને થીમ વિશે…

ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ વીક (International Development Week, IDW) નો ઇતિહાસ અને સ્થાપના
‘ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ વિક’ ની શરૂઆત વર્ષ 1991 માં કેનેડિયન ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ એજન્સી (CIDA) દ્વારા કરવામાં આવી હતી. આ સંસ્થાની સ્થાપના વર્ષ 1968 માં કેનેડા (Canada)ના સત્તાવાર વિકાસ સહાય કાર્યક્રમોના સંચાલન માટે થઈ હતી.
આ પરંપરા ઘણા વર્ષો અગાઉ શરુ થઇ હતી. IDW પહેલા તો ફક્ત કેનેડામાં જ મનાવવામાં આવતો હતો પણ પાછળથી એને વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઇ હતી.
આ વિકાસ સપ્તાહ લોકોને શિક્ષિત કરવા, એમનું મનોબળ વધારવામાં, એમની ભાગીદારી વધારવામાં અને વૈશ્વિક વિકાસ (Global Development)માં નાગરિકોના યોગદાનને યાદ કરવાનો એક સોનેરી અવસર છે.
આ વિશિષ્ટ પરંપરાની શરુઆત વર્ષ 1991માં થઇ હતી ત્યારથી દર વર્ષે પ્રથમ સપ્તાહમાં ‘આંતરરાષ્ટ્રીય વિકાસ દિવસ’ મનાવવામાં આવે છે. આ અઠવાડિયા દરમિયાન, દુનિયાભરના લોકો વિશ્વસ્તરીય વિકાસ પહેલ વિશે અન્યોને શિક્ષિત, માહિતગાર, પ્રેરિત અને ભાગીદાર બનાવવા માટે એકત્રિત થાય છે. પ્રથમ અધિકૃત IDW વર્ષ 1998 માં યોજાયું હતું.
IDW મનાવવાનો મૂળ ઉદ્દેશ્ય
આ સપ્તાહ મુખ્યત્વે ગરીબી નાબૂદી, લિંગ સમાનતા, શિક્ષણ અને સ્વાસ્થ્ય (Poverty Eradication, Gender Equality, Education and Health) જેવા વિવિધ વિકાસલક્ષી પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર મૂકે છે અને એક વૈશ્વિક મંચ (Platform) પૂરુંં પાડે છે.
આ મૂળ ઉદ્દેશ્યને કેનેડિયન ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ એજન્સી (CIDA) દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે અને આ સપ્તાહ ઉજવવાનો મુખ્ય હેતુ વૈશ્વિક વિકાસના પ્રયત્નોમાં કેનેડાના યોગદાનને રેખાંકિત કરવાનો પણ છે અને લોકજાગૃતિનો છે.

IDW 2026 ની થીમ
વર્ષ 2026 માટેની IDW ની મુખ્ય થીમ (IDW Theme, 2026) છે,
“ભાગીદારી દ્વારા સમૃદ્ધિ” અર્થાત્ ‘Prosperity through Partnership’
પ્રતિવર્ષ, ગ્લોબલ અફેર્સ કેનેડા દ્વારા યુનાઈટેડ નેશન્સના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDG)ને અનુરૂપ એક વિષય પસંદ કરવામાં આવે છે. આ વિષયવસ્તુને અનુસરીને, ગરીબી અને અસમાનતા જેવા વૈશ્વિક પડકારોને ઉકેલવાના પ્રયાસો કરવામાં આવે છે.
સતત વિકાસ લક્ષ્ય (SDG) એક સુરક્ષિત, શાંતિપૂર્ણ સમાજની પરિકલ્પના છે જે ભૂખ, ગરીબી અને અસમાનતાથી મુક્ત હોય! આના અન્ય ઉદ્દેશ્યોમાં સાર્વભૌમિક સ્વાસ્થ કવરેજ, પૂર્ણ રોજગાર અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ તરફ આગેકૂચ કરવી સામેલ છે. આ SDGના હેતુઓમાં પર્યાવરણ સંરક્ષણ, લિંગ સમાનતા અને તમામ મહિલાઓ અને યુવતીઓનું સશક્તિકરણ પણ સામેલ છે.
IDW 2026 ના અન્ય થીમ
IDW 2026 ની અન્ય 5 સબ-થીમ (IDW 2026 Sub-Theme) આ પ્રમાણે છે.
1. સમાવેશ અને વૈશ્વિક નાગરિકોમાં ભાગીદારી
વૈશ્વિક સ્તરે અસમાનતા (Inequality) ઘટાડવી અને સમાવેશી ભાગીદારી (Partnership) કેળવવી એ મૂળ હેતુ છે.
2. ટકાઉ વિકાસ લક્ષ્યાંકો
યુએન (UN)ના 17 ટકાઉ વિકાસ લક્ષ્યાંકો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDG) હાંસલ કરવા તથા લિંગ સમાનતા, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવું.
3. વિવિધ ક્ષેત્રો વચ્ચે ભાગીદારી
સરકાર અને નાગરિક સમુદાયો વચ્ચે સહયોગ (Government-Citizens Collaboration) કેળવવા પર ભાર મૂકવાનો છે.
4. લિંગ સમાનતા આધારિત વિકાસ
આખી દુનિયામાં સામુદાયિક નેતૃત્વ અને નૈતિક જોડાણ દ્વારા લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવાનો છે.

5. યુવા કારકિર્દી અને શિક્ષણ
આંતરરાષ્ટ્રીય સહયોગમાં યુવાપેઢી (Youngsters)ની ભાગીદારી વધારવાનો છે.
‘આંતરરાષ્ટ્રીય વિકાસ સપ્તાહ’નું મહત્વ
IDW 2026 એ વૈશ્વિક પડકારો (Global Challenges)ને ઓળખવા અને તેના ઉકેલ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે.
1. વિકાસની અસરોનું પ્રદર્શન
આ સપ્તાહ દરમિયાન, વાસ્તવિક જીવનના પ્રોજેક્ટ્સ અને સફળતાની વાતોને રજૂ કરવામાં આવે છે, જેથી લોકોને ખબર પડે કે, આંતરરાષ્ટ્રીય સહયોગથી જીવન કેવી રીતે સુધરે છે.
2. ભાગીદારીને પ્રોત્સાહન
પરસ્પર ભાગીદારીને પ્રોત્સાહન આપવાથી સરકાર અને નાગરિક સમાજ વચ્ચે મજબૂત જોડાણ ઊભું કરવામાં મદદ કરે છે.
3. યુવાપેઢીની જાહેર જાગૃતિ
વિદ્યાર્થીઓ અને યુવાનો માટે આ એક શૈક્ષણિક તક છે, જે તેમને વૈશ્વિક મુદ્દાઓ સમજવામાં સારી રીતે સહાય કરે છે.
4. ભવિષ્યના કાર્યો માટે પ્રેરણાસ્ત્રોત
આ મંચ વ્યક્તિઓને સ્વયંસેવા, ભંડોળ એકઠું કરવા અથવા સંશોધન દ્વારા વિકાસના કાર્યોમાં જોડાવા માટે પ્રેરણા આપે છે.
આંતરરાષ્ટ્રીય વિકાસ સપ્તાહ દરમિયાન, સામાન્ય જનતા, શાળાઓ, સામુદાયિક સંગઠનો, કોર્પોરેટ અને ઘર્માદા ક્ષેત્રો, નાગરિક સમુદાય ઉપરાંત, ઓટાવા સ્થિત ગ્લોબલ અફેર્સ કેનેડા અને દુનિયાભરના મિશન એમાં સામેલ થાય છે.
આ ઉપરાંત, આ સપ્તાહ વૈશ્વિક સહાયતા પ્રત્યે અસાધારણ પ્રતિબદ્ધતા દાખવનાર વ્યક્તિઓને યાદ કરવા માટે મનાવવામાં આવે છે. આ એ વ્યક્તિઓ છે જેઓના યોગદાનથી કોઇ આંતરરાષ્ટ્રીય મુદ્દે સમાધાન સ્થાપવામાં મદદ મળી શકી છે. ‘આંતરરાષ્ટ્રીય વિકાસ સપ્તાહ’ સતત વિકાસ લક્ષ્યોમાં વિશ્વભરના નાગરિકોની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહિત કરે છે.
આ પણ વાંચો: આજે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ડે… ICG દિવસની ઉજવણી…ભારતીય તટના રક્ષકોનું સન્માન..!
આ પણ વાંચો:
