Not Set/ દિલ્લીમાં કેજરીવાલ સરકારે શરુ કરી ડોરસ્ટેપ ડિલીવરી ઓફ પબ્લિક સર્વિસ, પ્રથમ દિવસે ૨૧,૦૦૦ ફોન આવ્યાનો કર્યો દાવો

દિલ્લી દિલ્લી સરકારે સોમવારે ૪૦ સ્થળે ‘ ડોરસ્ટેપ ડિલીવરી ઓફ પબ્લિક સર્વિસ ‘ શરુ કરી દીધી છે. દેશની રાજધાનીમાં વસતા લોકો  દ્વારા આ સર્વિસને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ સર્વિસ ચાલુ કર્યા એને માત્ર થોડા જ કલાકમાં ૩૬૯ ઓર્ડર મળ્યા હતા. દિલ્લી સરકારના સુત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્લીના સચિવાલયમાં આ સર્વિસનું ઉદ્ધાટન કરનારા મુખ્યમંત્રી અરવિંદ […]

India Trending

દિલ્લી

દિલ્લી સરકારે સોમવારે ૪૦ સ્થળે ‘ ડોરસ્ટેપ ડિલીવરી ઓફ પબ્લિક સર્વિસ ‘ શરુ કરી દીધી છે. દેશની રાજધાનીમાં વસતા લોકો  દ્વારા આ સર્વિસને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ સર્વિસ ચાલુ કર્યા એને માત્ર થોડા જ કલાકમાં ૩૬૯ ઓર્ડર મળ્યા હતા. દિલ્લી સરકારના સુત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્લીના સચિવાલયમાં આ સર્વિસનું ઉદ્ધાટન કરનારા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ થોડા દિવસ સુધી સેવાનું મોનીટરીંગ કરશે.

 

એટલું જ નહી પરંતુ આપ દ્વારા ટ્વીટ  કરવામાં આવ્યું છે કે ‘ હવે આવી રહી છે અરવિંદ કેજરીવાલની સરકાર, પોતાની સેવા લઈને તમારે દ્વાર ‘

કેજરીવાલ સરકારે એવો દાવો કર્યો છે કે ડોર સ્ટેપ ડિલીવરી ઓફ સર્વિસને સોમવારે ૨૧,૦૦૦ ફોન આવ્યા હતા. આ સ્કીમ દ્વારા રાજ્ય સરકારની ૪૦ પ્રકારની પબ્લિક સર્વિસ લોકોને ઘર પર જ મળી રહેશે. જેમાં લગ્નનું પ્રમાણ પત્ર, ડ્રાઈવિંગ લાઇસન્સ  અને નળ કનેક્શન જેવી સર્વિસ આપવામાં આવશે. આ કામ માટે પબ્લીકે ૫૦ રૂપિયા આપવા પડશે. ડોર સ્ટેપ ડિલીવરી ઓફ સર્વિસ માટે દિલ્લી સરકારે એક કોલ સેન્ટર બનાવ્યું છે. આ કોલ સેન્ટરમાં ૩૬૯ કર્મચારીને નિયુક્ત કર્યા છે. લોન્ચિંગના પહેલા જ દિવસે ઘણા ફોન આ સર્વિસનો લાભ ઉઠાવવા માટે આવ્યા હતા.

સેવા શરુ કરી તેના થોડા જ કલાકમાં હોટલાઈન નંબર ૧૦૭૬ પર કસ્ટમરના ફોનનો વરસાદ થઇ ગયો હતો. સરકાર દ્વારા જણાવેલા આંકડા પ્રમાણે બપોરના દોઢ વાગ્યા સુધી ૧૨૦૦ ફોન આવી ચુક્યા હતા અને ૨૦૦ ઓર્ડર પણ મળ્યા હતા.

આ સર્વિસને લોન્ચ કરતી વખતે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે હવે દિલ્લીની જનતાને પબ્લિક સર્વિસ માટે દલાલની મદદ નહિ લેવી પડે. આ સર્વિસથી સરકારી ઓફીસ પર ધક્કા નહિ ખાવા પડે અને ભ્રષ્ટાચાર પર પણ કંટ્રોલ મેળવી શકાશે.

તો બીજી તરફ ભાજપે આપ સરકારની આ ડોર સ્ટેપ ડિલીવરી ઓફ સર્વિસને નિષ્ફળ ગણાવી છે. ભાજપના પ્રવક્તા મનોજ તિવારીએ કહ્યું હતું કે આ યોજના પ્રથમ દિવસે જ નિષ્ફળ રહી છે. ઘણા લોકો કોલ સેન્ટર પર ફોન લગાવવા માટે અસમર્થ રહ્યા હતા. કોલ સેન્ટરમાં આ નંબર પર ફોન લાગી રહ્યો નહોતો.