ભુવનેશ્વર,
દેશભરમાં વસ્તીગીચતા ધરાવતા શહેરોમાં વધી રહેલા વાહનોની સાથે સાથે ટ્રાફિકની સમસ્યા પણ જટિલ બનતી જાય છે, ત્યારે આ ટ્રાફિકને કંટ્રોલ કરવા માટે ટ્રાફિક પોલીસ જવાનોની તૈનાતી કરવામાં આવતી હોય છે.
દિવસભર શહેરોમાં ટ્રાફિકને કંટ્રોલ કરવા માટે પોલીસના જવાનો તૈનાત રહેતા હોય છે. આ દરમિયાન કેટલાક ટ્રાફિક પોલીસના જવાનો કઈક અલગ અંદાજમાં પણ પોતાની ડ્યુટી નિભાવતા હોય છે, ત્યારે આ જ પ્રકારે કોઈ બોલીવુડના ફિલ્મના હીરોની જેમ જ ડાન્સ કરીને ટ્રાફિકને કંટ્રોલ કરતો એક જવાનનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે.
#WATCH: Pratap Chandra Khandwal, a 33-year-old home guard who is currently deployed as traffic police personnel in #Odisha's Bhubaneswar controls traffic by his dance moves. pic.twitter.com/BniV7svk6M
— ANI (@ANI) September 11, 2018
હકીકતમાં, આ વીડિયો ઓરિસ્સાની રાજધાની ભુવનેશ્વરમાં તૈનાત એક ટ્રાફિક જવાનનો છે. ૩૩ વર્ષીય પ્રતાપ ચંદ્ર ખંડવાલ કે જેઓ પહેલા હોમગાર્ડમાં ફરજ બજાવતા હતા, પરંતુ ત્યારબાદ તેઓને ટ્રાફિક પોલીસમાં તૈનાત કરવામાં આવ્યા છે.
Bhubaneswar: PC Khandwal, home guard who's currently deployed as traffic police personnel controls traffic by his dance moves, says,'I convey my message through dance moves. Initially, people didn't obey rules, but with my style people got attracted&started obeying rules' #Odisha pic.twitter.com/d3WZhWYzcT
— ANI (@ANI) September 11, 2018
આ દરમિયાન પી સી ખંડવાલ નામના ટ્રાફિક પોલીસ જવાન પોતાના ડાન્સ મુવ દ્વારા ટ્રાફિકને કંટ્રોલ કરી રહ્યા છે. બીજી બાજુ આ જવાનની અનોખી ડ્યુટી જોઈ લોકો પણ સાથ આપી રહ્યા છે.
ન્યુઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, “હું મારા ડાન્સના મુવ દ્વારા લોકોને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ન કરવા માટે સંદેશો આપી રહ્યું છું. સાથે સાથે ટ્રાફિક જવાને કહ્યું, :મારી આ ડાન્સ મુવની સ્ટાઈલ લોકોને ખુબ ગમી રહી છે અને તેઓ નિયમોનું પાલન કરી રહ્યા છે”.
