Morbi News/ કૌશિક વેકરિયાએ ખેડૂત કનેક્શન એક અઠવાડિયામાં મળી રહે તેવો વિચાર રજૂ કર્યો

મોરબી (Morbi) માં ખેડૂતોએ માંગણી કરતા એક અઠવાડિયાની અંદર જ વીજ કનેક્શન ( power projects) મળવું જોઈએ.

Gujarat Trending

Morbi news: ગુજરાતના ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયા (Kaushik Vekaria) એ મોરબી (Morbi)  જિલ્લાની મુલાકાત દરમિયાન ડટઈક વર્તુળ કચેરી ખાતે PGVCLના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી. મંત્રીએ અહીં મોરબી જિલ્લામાં ચાલી રહેલી વિવિધ યોજનાઓની પ્રગતિ અંગે વિગતો મેળવી અને અત્યાર સુધી થયેલ કાર્યના સ્તર અને સિદ્ધિઓની પ્રશંસા કરી.

Morbi જિલ્લામાં power projects ની સમીક્ષા:
Morbi જિલ્લામાં power projects ની સમીક્ષા

બેઠકમાં કૌશિક વેકરિયા (Kaushik Vekaria) મંત્રીએ ખાસ કરીને સરકાર દ્વારા ઘડાયેલી નીતિઓની અમલવારી પર ભાર મુક્યો. તેમણે જણાવ્યુ કે, સરકારી નીતિઓ તૈયાર થતી સાથેજ તેનો અમલ કાર્યક્ષમ રીતે અને ઝડપથી કરવો અત્યંત જરૂરી છે, જેથી લોકો સુધી સેવાઓ વહેલા પહોંચી શકે.

ખેડૂતોએ ખેતીવાડી કનેક્શન માટે અરજી કરતાં એક અઠવાડિયામાં કનેક્શન મળી જવું જોઈએ

ખેતીવાડી કનેક્શન અંગે મંત્રીએ સ્પષ્ટ સૂચન કર્યું કે ખેડૂતોએ માંગણી કરતા એક અઠવાડિયાની અંદર જ કનેક્શન મળવું જોઈએ. તેમણે અધિકારીઓને જણાવ્યું કે આ માટે યોગ્ય આયોજન, પ્રક્રિયાઓમાં સુધારા અને કાર્યક્ષમ ટીમ સેટઅપ જરૂરી છે. આ પ્રયત્નો વડે ખેડૂતોને વહેલી અને સરળ વીજળી સેવા મળી શકે, અને મોરબી જિલ્લામાં ખેતીને લગતી યોજનાઓમાં ઝડપી લાભ મળી શકે.

મંત્રીએ PGVCL અને GETCO વચ્ચે સહયોગ અને સંકલન મજબૂત કરવા પર પણ ભાર મુક્યો. તેમણે જણાવ્યું કે, કોન્ટ્રાક્ટરોની ભૂલ અથવા અન્ય વ્યવસ્થાપન સમસ્યાઓને કારણે સામાન્ય લોકોના કામમાં વિલંબ કે તકલીફ ન થાય તે માટે સંકલિત કામગીરી અને મજબૂત કાર્યપ્રણાળી જરૂરી છે.

આ બેઠકમાં મંત્રીએ અધિકારીઓને પ્રેરણા આપી કે તેઓ લક્ષ્યમુખી અને કામગીરીમાં ઝડપી બનીને પાયમાનો ઉઠાવે, જેથી મોરબી (morbi) જિલ્લામાં વીજળી અને ખેડૂત સંબંધિત સેવાઓમાં નોંધપાત્ર સુધારો થાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ કૌશિક વેકરિયાએ ચેરીટી કમિશ્નર કચેરીના અગત્યના મુદ્દાઓના ત્વરિત નિરાકરણ માટે સૂચનાઓ આપી…

આ પણ વાંચોઃ રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાએ કાયદા અને ન્યાય તંત્ર વિભાગનો પદભાર સંભાળ્યો…

આ પણ વાંચોઃ કૌશિક વેકરિયાએ વિરોધ ખાળ્યો, કેબિનેટમાં મળ્યું સ્થાન