Vadodara News/ વડોદરામાં ચાર સંતાનોની માતાની આત્મહત્યાના કારણે ચકચાર મચી

વડોદરામાં ચાર સંતાનોની માતાની આત્મહત્યાથી ચકચાર મચી ગઈ છે. લોકોમાં તેના કારણે ચિંતાનું વાતાવરણ છે. પોલીસના માનવા મુજબ આત્મહત્યાનું કારણ ઘરકંકાસ હોઈ શકે છે.

Top Stories Gujarat Vadodara Breaking News
વડોદરામાં મહિલાના Suicide થી ચકચાર મચી

Vadodara News: વડોદરામાં મહિલાએ વડના ઝાડ પર લટકીને આત્મહત્યા (Suicide) કરી લેતા હોબાળો મચી ગયો છે. વડોદરા (Vadodara)ના વારસિયા રિંગરોડ પર શ્રી મૈમાતા મંદિર પાસે આ ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી. હંસાબેન હસમુખભાઈ ચુનારા નામની મહિલાએ વડના ઝાડ પર લટકીને આત્મહત્યા કરી લેતા આખા વિસ્તારમાં ચોરે ને ચૌટે આ જ વાત ચર્ચાય છે.

મહિલાએ અચાનક જ કરી આત્મહત્યા (Suicide)

વડોદરાના ભરચક વિસ્તારમા આખી ઘટના બની ગઈ હતી અને લોકોને ખબર પણ ન હતી, પણ આ ઘટનાની જાણ થતાં સ્થાનિકો પણ ચિંતામાં પડી ગયા હતા. વારસિયા પોલીસની ટીમ અને 112 રેસ્ક્યુ ટીમ પણ આ બનાવના પગલે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મહિલાએ અચાનક લીધેલા આ પગલાના કારણે તેના કુટુંબીજનો ઘેરા શોકમાં ડૂબી ગયા છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસ આત્મહત્યા(Suicide)નું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરામાં મહિલાના Suicide થી ચકચાર મચી
વડોદરામાં મહિલાના Suicide થી ચકચાર મચી

મૃતકની ઉંમર 33 વર્ષની હતી

મૃતક મહિલા હંસાબેન ચુનારાની ઉંમર 33 વર્ષની હતી. તેમના લગ્ન 2011માં થયા હતા. તેમના ચાર બાળકો છે. તેમની આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. વારસિયા પોલીસે મહિલાના મૃતદેહને કસ્ટડીમાં લઈને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે.

વડોદરામાં મહિલાના Suicide થી ચકચાર મચી
વડોદરામાં મહિલાના Suicide થી ચકચાર મચી

હંસાબેન નિયમિત રીતે પીપળાની ડાળીઓ કાપવા આવતા હતા

સ્થાનિક રહેવાસી મોરેશ્વર ઇગલેએ જણાવ્યું હતું કે હું અહીની સોસાયટીમાં જ રહું છું. અમારા વિસ્તારમાં નિધિ ફ્લેટની પાછળ કાળકા માતાનું મંદિર છે. આ મૃતક હંસાબેન ચુનારા ત્યાં રહેતા હતા. તે બકરા અને અન્ય પ્રાણીઓ ઉછેરવા આવતા હતા. તે ઘણી વખત અહીં પાપળાના ઝાડની ડાળીઓ કાપવા પણ આવતા હતા. આ લગભગ તેઓ દરરોજે કરતા હતા. અમને તેમને દરરોજે આ રીતે પીપળાના ઝાડની ડાળીઓ કાપતા જોતા હતા.

વડોદરામાં મહિલાના Suicide થી ચકચાર મચી
વડોદરામાં મહિલાના Suicide થી ચકચાર મચી

આજે મને ઘરે જાણ થઈ કે કોઈક બેને પીપળાના ઝાડને લટકી જઈ આત્મહત્યા કરી છે. મેં પોલીસ ઇન્સ્પેક્ટરને જાણ કરી અને તેમને નીચે ઉતારવા વિનંતી કરી. પોલીસ અધિકારીઓ તેમની ટુકડી સાથે આવ્યા અને મૃતકને નીચે ઉતારવામાં આવ્યા. આ આત્મહત્યાના તેમના કુટુંબમાં રોક્કળનું વાતાવરણ છે. તેમને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. પોલીસના અંદાજ મુજબ મૃતકની આત્મહત્યાનું કારણ ઘરકંકાસ હોઈ શકે.


આ પણ વાંચો: વડોદરામાં પાદરા નજીક મહાલી કેનાલમાં યુવકની આત્મહત્યા

આ પણ વાંચો: વડોદરામાં મહિલા કોન્સ્ટેબલ પ્રિયંકાની રહસ્યમય આત્મહત્યા

આ પણ વાંચો: સુરતમાં ડિવોર્સી માતાએ 4 વર્ષના પુત્રની હત્યા કરી પોતે કર્યો આપઘાત