શું અમદાવાદમાં કોરોના સંક્રમણની સ્થિતિ ધીમેધીમે ફરી વધવાની ગતીમાં જોવામાં આવી રહી છે ? કોરોના મામલે હાલ સબસલામત દેખાતું અમદાવાદ શું હજુ પણ વિસ્ફોટ કોરોનાનાં ઢેર પર જ બેઠું છે ? શું રોજરોજ આપવામાં આવતા આંકડા તદ્દન સાચા હોય છે ?
કોરોનાનાં સંદર્ભમાં અમદાવાદ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શહેરનાં ચાંદલોડિયા વોર્ડમાં કોરોના બ્લાસ્ટ થયો હોવાની વિગતો સામે આવી રહી છે. ગુરુવારે એક જ દિવસમાં 262 પોઝિટિવ કેસ નોંધાયા છે.
આપને જણાવી દઇએ કે, અમદાવાદમાં ઓગણજ UHC દ્વારા આજે 7158 ટેસ્ટ થયા હતા. ચાંદલોડિયા UHC દ્વારા આજે 4983 ટેસ્ટ થયા હતા અને ઓગણજની ટીમ દ્વારા ટેસ્ટીંગમાં 150 કેસ પોઝિટિવ આવ્યા છે, જ્યારે ચાંદલોડિયા ટીમ દ્વારા ટેસ્ટીંગમાં 112 કેસ પોઝિટિવ આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરની વિવિધ રહેણાંક સોસાયટીઓમાં રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાયા છે, જો કે, AMC દ્વારા આ મામલે સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી. કોરોનાનાં સરકાર દ્વારા રોજ આપવામાં આવતા આંકડા સામે પૂર્વે પણ અનેક વખત સવાલો ઉઠ્યા જ છે
09 સપ્ટેમ્બર એટલે કે ગુરુવારે સરકાર દ્વારા આપવામાં આવેલા કોરોનાનાં આંકડા પ્રમાણે અમદાવાદ શહેરમાંથી એટલે કે અમદાવાદ કોપોરેશનની હદમાંથી ફક્ત 148 નવા પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા હોવાની માહિતી સામે આવે છે. જ્યારે ઉપરોક્ત માહિતી જોવામાં આવે તો શહેરનાં ફક્ત બે વિસ્તારમાંથી જ 262 કેસ નોંધવામાં આવ્યા છે.
શું આમ જીતી જવાશે કોરોના સામેનુ યુદ્ધ ? શું ગુજરાત સરકારને આ વાતની માહિતી છે કે કેવી રીતે આંકડા બતાવવામાં કે છુપાવવામાં કે પછી રહી ગયા કે રાખી દેવામાં આવે છે ?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
