દેહ વ્યાપારનો પર્દાફાશ/ સુરતમાં બ્યુટીપાર્લરમાં કામ અપાવવાના બહાને 15 લોકોએ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી

સુરત જીલ્લામાં અમરોલી વિસ્તારમાં બ્યુટીપાર્લરમાં કામ કરતી સગીરાનું મોહિમા મુલ્લા અને મોની રખાતુને પોતાની હિંદુ હોવાની ઓળખ આપી સગીરાને………….

Top Stories Gujarat

Surat News: સમાજમાં એક તરફ મહિલા સશક્તિકરણના મસમોટાં બણગાં ફૂંકવામાં આવે છે. તો બીજી તરફ ક્યારેક ધર્મના નામે ક્યારેક પ્રેમના નામે મહિલાઓનું જાતીય શોષણ ચિંતાજનક હદે વધવા પામ્યું છે. આવો જ એક કિસ્સો  સુરતના અમરોલી વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે. અમરોલીમાં દેહ વ્યાપાર અને માનવ તસ્કરીનો પર્દાફાશ થયો છે. અમરોલી વિસ્તારમાં બ્યુટી પાર્લરનું કામ અપાવી સગીરાને મોહિમા મુલ્લા અને મોની રખાતુને પોતાની હિંદુ હોવાની ઓળખ આપી સગીરાને ફસાવી હતી. મોહિમાના પતિએ સગીરા પર દુષ્કર્મ આચરી તેનું અપહરણ કરી રાજસ્થાન લઈ જઈ વેશ્યાવૃતિમાં ધકેલી દીધાનું જાણવા મળતા પોલીસે 6 લોકોની ધરપકડ કરી છે.

સુરત જીલ્લામાં અમરોલી વિસ્તારમાં બ્યુટીપાર્લરમાં કામ કરતી સગીરાનું મોહિમા મુલ્લા અને મોની રખાતુને પોતાની હિંદુ હોવાની ઓળખ આપી સગીરાને ફસાવી હતી. આરોપીઓ અને સગીરા બરોડાથી સુરત ટ્રૈનમાં આવતા હતા ત્યારે મુલાકાત થઈ હતી. બાદમાં મિત્રતા કેળવી બ્યુટી પાર્લરનું કામ અપાવવાના બહાને વેશ્યાવૃતિમાં ધકેલી દેવામાં આવી હતી.

બાદમાં ટૂંકા કપડા પહેરાવી ડાન્સ કરાવી ફોટા પાડ્યા હતા. તું સુંદર લાગે છે તેમ કહી ડાન્સ કરતો વીડિયો બનાવ્યા બાદ મોહિમાના પતિએ દુષ્કર્મ ગુજાર્યું હતું. રાજસ્થાનમાં નાગોર જીલ્લાના ડેગાણામાં સગીરા પર 15 હવસખોરોએ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. સગીરાને રાજસ્થાન લઈ જઈ વેશ્યાવૃતિમાં ધકેલી દેવામાં આવ્યાની હકીકત બહાર આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. અમરોલી પોલીસે આ મામલે સઘન તપાસ કરી 6 લોકોની ધરપકડ કરી હતી.

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Patanjali Products/ સર્વોચ્ચ અદાલતે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ પાઠવી

આ પણ વાંચો:Animal Attacks/ ભાવનગરમાં દીપડાનો કહેર, 12 ઘેટાને ફાડી ખાધા

આ પણ વાંચો:અમદાવાદ/ બીજા જિલ્લામાં પતિ છે કલેકટર, પરંતુ AMC માં રોફ જોશો તો તમે પણ કહેશો….