@રીમા દોશી, અમદાવાદ
વિશ્વાસથી મોટામાં મોટી સિધ્ધી હાશીલ કરી શકાય છે. શાસ્ત્રો પણ ગીતાના શ્લોકનું ઘણું મહત્વ ગણાવ્યું છે. ત્યારે આ શ્લોકના સહારે 36 વર્ષીય મહિલાએ સર્જરી કરવી છે.
શ્રદ્ધા હોય ત્યાં પૂરાવાની જરૂર નથી હોતી એ સાબિત કર્યું છે 36 વર્ષીય એક મહિલાએ. એક ખાનગી હોસ્પિટલમાં 36 વર્ષીય મહિલા દર્દીની મગજની સર્જરી કરવામાં આવી હતી. ડૉક્ટરોએ સર્જરી કરવા ખોપડી પર ચેકો મૂક્યો ત્યાં ઓપરેશન થિયેટરમાં સંસ્કૃત શ્લોકોનો અવાજ સંભળાવા લાગ્યો. ડૉક્ટર સહિત સ્ટાફના લોકો વિચારમાં પડી ગયા કે અવાજ ક્યાંથી આવી રહ્યો છે. પાછળથી ખ્યાલ આવ્યો કે આ શ્લોક બીજું કોઈ નહીં, પણ જે દર્દી પર ગંભીર સર્જરી ચાલી રહી છે તે પોતે ગીતા પાઠ કરી રહ્યાં હતાં.
ન્યુરો-સર્જન ડૉ. કલ્પેશ શાહે કહ્યું હતું કે 9000 કરતાં વધારે ઓપન બ્રેઈન સર્જરી કરી છે, પરંતુ બ્રેઈન સર્જરી દરમિયાન દર્દીએ સતત ગીતાના શ્લોક કંઠસ્થ બોલ્યા હોય એ આ પ્રથમ ઘટના હતી. દર્દીના પતિ ભરતભાઈએ કહ્યું હતું, બ્રેઈન ટ્યૂમરનું નિદાન થતાં પરિવારના બધા લોકો ગભરાઈ ગયા હતા, પરંતુ અમને ભગવાનમાં પૂરી શ્રદ્ધા હતી.
દયાબેને કહ્યું, ઓપરેશન થિયેટરમાં ગીતાના શ્લોક બોલી રહ્યાં હતાં ત્યારે એવું લાગતું હતું કે સ્વયં ભગવાન તેમની પાસે આવીને ઊભા હતા. દયાબેને આગળ ઉમેર્યું, માતા-પિતાએ ગીતા જ્ઞાન મેળવવા સંસ્કાર આપ્યા હતા, તેમણે એ સંસ્કાર તેમના જોડિયા પુત્રોને આપ્યા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
