Gandhinagar News/ કૌશિક વેકરિયાએ ચેરીટી કમિશ્નર કચેરીના અગત્યના મુદ્દાઓના ત્વરિત નિરાકરણ માટે સૂચનાઓ આપી…

કૌશિક વેકરિયાએ વહીવટમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા લાવવા માટે ચેરીટી કમિશ્નર કચેરી તથા તમામ કચેરીઓનું કામ ફરજિયાત ઓનલાઇન કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ…

Gujarat Gandhinagar

Gandhinagar News: રાજ્ય મંત્રી કૌશિક વેકરિયા (Kaushik Vekariya)એ ચેરીટી કમિશ્નર કચેરીના અગત્યના મુદ્દાઓ પર ઉંડાણપૂર્વક ચર્ચા કરીને ત્વરિત નિરાકરણ માટે સચોટ સૂચનાઓ આપી હતી.

પારદર્શિતા અને કાર્યક્ષમતા લાવવા માટે ચેરીટી કમિશ્નર (Charity Commissioner) કચેરી તથા તાબાની તમામ કચેરીઓનું કામ ફરજિયાત ઓનલાઇન (Online) કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ અપાઈ.

કચેરીની કાર્યક્ષમતા વધારવા માટે મંત્રીએ હયાત મહેકમમાં ધરખમ વધારો કરવા નવી બાબત તરીકે આગામી બજેટ (Budget)માં લેવા આદેશો આપ્યા.

કાયદો અને ન્યાય વિભાગ (Law & Justice) ના રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાએ કાયદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે વિભાગના અગત્યના મુદ્દાઓ પર ઉંડાણપૂર્વક ચર્ચા કરીને તેના ત્વરિત નિરાકરણ માટે સચોટ સૂચનાઓ આપી છે. મંત્રીએ ખાસ કરીને ચેરીટી કમિશ્નર કચેરીના વહીવટ અને સશક્તિકરણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

મંત્રી કૌશિક વેકરિયાએ વહીવટમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા લાવવા માટે ચેરીટી કમિશ્નર કચેરી તથા તાબાની તમામ કચેરીઓનું કામ ફરજિયાત ઓનલાઇન કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપી છે. આ પહેલને તાત્કાલિક અસરથી લાગુ કરવા માટે, મંત્રીએ કચેરીના ઉપયોગ હેતુ વધારાના 35 કોમ્પ્યુટર (Computer) તુરંત ફાળવવા અંગે પણ જરૂરી સૂચના આપી છે.

કચેરીની કાર્યક્ષમતા વધારવા માટે મંત્રીએ મહેકમમાં ધરખમ વધારો કરવાના આદેશો આપ્યા છે. ચેરીટી કમિશ્નરની કચેરી અને તાબાની કચેરીઓમાં ખૂબ ઓછું મહેકમ હોવાની બાબતને ગંભીરતાથી લઈને મંત્રીશ્રીએ હયાત હિસાબનીશ/નિરીક્ષકનું મંજૂર મહેકમ 38 છે, તેને વધારીને ત્રણ ગણું કરવા માટે નવી બાબત તરીકે આગામી બજેટમાં જોગવાઇ કરવા સૂચના આપવામાં આવી છે. તે ઉપરાંત નાયબ ચેરિટી કમિશનરનું હાલમાં 8 નું મંજૂર મહેકમ છે તેને પણ વધારીને ૧૨નું મહેકમ કરવા માટે નવી બાબતમાં સમાવેશ કરવા આદેશ આપવામાં આવ્યા છે.

બીજી તરફ મંત્રીશ્રીએ ચેરીટી કમિશ્નર અને તાબાના અધિકારીઓ/નિરીક્ષક/કર્મચારીઓ માટે તપાસના કામે વાહનની જોગવાઇ કરવા અંગેના પ્રશ્નનું પણ નિરાકરણ લાવતાં, આ અંગે નવી બાબત તરીકે આગામી બજેટમાં જોગવાઈ કરવા સૂચના આપી છે.

વહીવટી સરળતા અને કર્મચારીઓના હિતમાં, સંયુક્ત કમિશ્નરની લાયકાત માટે જરૂરી 10 વર્ષના અનુભવના સંદર્ભમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં નાયબ ચેરિટી કમિશનર તરીકે બજાવેલ ફરજનો સમયગાળો પ્રમોશન પછીની સ્થિતિએ સળંગ ગણવા બાબત કાર્યવાહી કરવા પણ નિર્દેશ અપાયો છે.

મંત્રી કૌશિક વેકરિયાના આ નિર્ણયો કાયદા અને ન્યાય વિભાગ હસ્તકની ચેરિટી કમિશનર કચેરીના વહીવટી માળખાને મજબૂત કરવા તેમજ કચેરીની કાર્યક્ષમતા અને આધુનિકીકરણમાં મહત્ત્વપૂર્ણ પરિવર્તન લાવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાજપના દર આઠમાં ધારાસભ્યે એકને મળશે મંત્રીપદ, ભાજપનું માસ્ટર પ્લાનીંગ જાણો

આ પણ વાંચો:મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બેઠકમાં મંત્રીઓના રાજીનામા સ્વીકારવામાં આવ્યા

આ પણ વાંચો:અડધા મંત્રીઓને વિદાય, નાયબ મુખ્યમંત્રીની રેસમાં સંઘવી અને હળપતિ