Mahisagar News/ મહીસાગરમાં મેઘરાજાનો કહેર: 4 ગામ સંપર્કવિહોણાં, 28 લોકોનું રેસ્ક્યુ; 100 લોકો ફસાયા

MahiSagar Heavy Rain: સુવા સહિત 4 ગામ સંપર્કવિહોણાં બન્યાં છે. 28 લોકોનું રેસ્ક્યુ કરાયું, જ્યારે 100 લોકો ફસાયા છે. મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ સાથે આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી.

Gujarat Top Stories Others
MahiSagar Heavy Rain: 4 ગામ સંપર્કવિહોણાં, 28 લોકોનું રેસ્ક્યુ; 100 લોકો ગામમાં ફસાયા

Mahisagar News: મહીસાગર જિલ્લામાં મેઘરાજાએ ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. ધોધમાર વરસાદને પગલે સુવા ગામમાં (MahiSagar Heavy Rain) પ્રવેશવાના બંને મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતાં ગામનો સંપર્ક કપાઈ (MahiSagar Flood) ગયો છે. ભારે વરસાદના કારણે ગામમાં ચિંતા વધતાં વહીવટી તંત્રની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

MahiSagar Heavy Rain: સુવા ગામમાં રેસ્ક્યુ ઓપરેશન

સુવા ગામમાં પાણીનો પ્રવાહ વધતાં (Suva Village Flood) નાયક ફળિયામાં રહેતા 28 લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આઠ મકાનોમાંથી લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ગામમાં પ્રવેશવાના માર્ગ પર બેરીકેટિંગ કરી અવરજવર અટકાવવામાં આવી છે અને સ્થિતિ પર વહીવટી તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.

MahiSagar Heavy Rain: 4 ગામ સંપર્કવિહોણાં, 28 લોકોનું રેસ્ક્યુ; 100 લોકો ગામમાં ફસાયા
MahiSagar Heavy Rain: 4 ગામ સંપર્કવિહોણાં, 28 લોકોનું રેસ્ક્યુ; 100 લોકો ગામમાં ફસાયા

વડોદરાથી આવેલા 100 લોકો ફસાયા

ભારે વરસાદ વચ્ચે સુવા ગામમાં વડોદરાથી આવેલા આશરે 100 લોકો પણ ફસાયા હોવાનું સામે આવ્યું છે. પાણીના પ્રવાહ અને માર્ગો બંધ થતાં તેમને બહાર કાઢવા માટે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. રેસ્ક્યુ ટીમો દ્વારા પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

વધુ ત્રણ ગામ સંપર્કવિહોણાં

MahiSagar Heavy Rain: 4 ગામ સંપર્કવિહોણાં, 28 લોકોનું રેસ્ક્યુ; 100 લોકો ગામમાં ફસાયા
MahiSagar Heavy Rain: પાણી ભરાવાને કારણે આ ગામોનો સંપર્ક પ્રભાવિત

મહીસાગર જિલ્લામાં માત્ર સુવા ગામ જ નહીં, પરંતુ વાવીયાના મુવાડા, સાત તલાવ અને રામવાટા ગામમાં પણ ભારે વરસાદની અસર જોવા મળી છે. પાણી ભરાવાને કારણે આ ગામોનો પણ સંપર્ક પ્રભાવિત થયો છે. ત્રણેય ગામોમાં મળીને આશરે 800 લોકોની અવરજવર પર અસર પડી છે. વહીવટી તંત્રની ટીમોએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે.

ઓરેન્જ એલર્ટથી તંત્ર એલર્ટ

રાજ્યમાં આગામી બે દિવસ ભારે (Gujarat Rain Alert) વરસાદની આગાહીને પગલે તંત્ર વધુ સતર્ક બન્યું છે. હવામાન વિભાગે મહીસાગર, પંચમહાલ અને દાહોદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

છોટાઉદેપુર-નર્મદા સહિતના વિસ્તારોમાં પણ આગાહી

અરવલ્લી, છોટાઉદેપુર અને નર્મદા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના તાપી અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે.

લો પ્રેશરથી વરસાદી માહોલ યથાવત

MahiSagar Heavy Rain: 4 ગામ સંપર્કવિહોણાં, 28 લોકોનું રેસ્ક્યુ; 100 લોકો ગામમાં ફસાયા
લો પ્રેશરની અસરને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદનું જોર વધશે

હવામાન વિભાગના અનુમાન મુજબ લો પ્રેશરની અસરને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળી શકે છે. ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને નદી-નાળા, કોઝવે અને નીચાણવાળા વિસ્તારોમાં તકેદારી રાખવાની જરૂરિયાત છે.

રાજ્યમાં સામાન્ય કરતાં 3 ટકા વધુ વરસાદ

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ વરસાદ સામાન્ય કરતાં આશરે 3 ટકા વધુ નોંધાયો છે. જોકે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સ્થિતિ અલગ છે. અહીં સામાન્ય સરેરાશની સરખામણીએ આશરે 21 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. બીજી તરફ મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સક્રિયતા યથાવત છે.

તંત્રની અપીલ: પાણી ભરાયેલા માર્ગોથી દૂર રહો

મહીસાગર સહિત ભારે વરસાદની આગાહી ધરાવતા જિલ્લાઓમાં વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. પાણી ભરાયેલા રસ્તાઓ, કોઝવે અને નદી-નાળાના પ્રવાહને પાર કરવાનો પ્રયાસ ન કરવા તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે. આગામી બે દિવસ રાજ્યના અનેક વિસ્તારો માટે ભારે વરસાદની દૃષ્ટિએ મહત્વપૂર્ણ રહેશે.


આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદનો કહેર કે રાહત? અમદાવાદમાં પાણી ભરાયા, વલસાડનો છીપવાડ અંડરપાસ ફરી બંધ

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘરાજાની ફરી ધમાકેદાર એન્ટ્રી: ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ

આ પણ વાંચો: વરસાદનું જોર વધશે! 13 જિલ્લામાં આગાહી, અમદાવાદ-ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ