Entertainment News/ ‘શૂટિંગના 1 મહિના પહેલાં ફિલ્મ છોડી દેવી એક પેટર્ન બની ગઈ છે’; રણવીર સિંહનું નામ લીધા વિના ફરહાન અખ્તરે કર્યો કટાક્ષ

‘ડોન ૩’ વિવાદ વચ્ચે ફરહાન અખ્તરે રણવીર સિંહ (Ranveer Singh)નું નામ લીધા વગર કટાક્ષ કર્યો છે. ‘દિલ ચાહતા હૈ’ ના ૨૫ વર્ષ પર ફરહાને કહ્યું કે શૂટિંગના ૧ મહિના પહેલાં ફિલ્મ છોડી દેવી આજકાલ એક પેટર્ન બની ગઈ છે.

Entertainment
Ranveer Singh Farhan Akhtar's sharp sarcasm on

Entertainment News :બોલીવુડમાં ડિરેક્ટર-પ્રોડ્યુસર ફરહાન અખ્તર અને સુપરસ્ટાર રણવીર સિંહ (Ranveer Singh)વચ્ચેનો ‘ડોન ૩’ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ‘ડોન ૩’ નું શૂટિંગ શરૂ થવાના બરાબર થોડા દિવસો પહેલાં જ રણવીર સિંહ અચાનક પ્રોજેક્ટમાંથી બહાર થઈ જતાં મોટો કાનૂની વિવાદ ઊભો થયો હતો. હવે પોતાની કલ્ટ ક્લાસિક ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’ ના 25 વર્ષ પૂરા થવાના અવસર પર ફરહાન અખ્તરે આ વિવાદ પર મૌન તોડ્યું છે અને રણવીર પર એવો વેધક કટાક્ષ કર્યો છે કે આખી ઈન્ડસ્ટ્રીમાં ચર્ચા જાગી છે.

Ranveer Singh : ‘દિલ ચાહતા હૈ’ નો કિસ્સો સંભળાવતાં સંભળાવતાં રણવીર પર સાધ્યું નિશાન

એક ઈન્ટરવ્યૂ દરમિયાન ફરહાન અખ્તર પોતાની પહેલી ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’ નો જૂનો કિસ્સો યાદ કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે કેવી રીતે શૂટિંગ શરૂ થવાના ગણતરીના દિવસો પહેલાં જ સૈફ અલી ખાન બીજી ફિલ્મોની ડેટ્સના કારણે ફિલ્મ છોડવા માંગતા હતા. આ વાતને આગળ વધારતાં ફરહાને રણવીર સિંહના વૉકઆઉટ તરફ ઈશારો કરતા રમૂજી અંદાજમાં કહ્યું, “શૂટિંગના માત્ર એક મહિના પહેલાં ફિલ્મ છોડી દેવી… આજકાલ તો આ એક પેટર્ન બનતી જઈ રહી છે! આ માત્ર મારી સાથે જ નથી થઈ રહ્યું, આવી ઘટનાઓ હવે ખૂબ સામાન્ય બની ગઈ છે.”

45 કરોડનું નુકસાન અને FWICE નો કાનૂની વિવાદ

ઉલ્લેખનીય છે કે, રણવીર સિંહના ‘ડોન ૩’ માંથી અચાનક હટી જતાં બોલીવુડમાં મોટો ખળભળાટ મચ્યો હતો. રિપોર્ટ્સ મુજબ રણવીરે પોતાની સાઈનિંગ એમાઉન્ટ પરત કરવાની ઓફર કરી હતી, પરંતુ પ્રી-પ્રોડક્શનમાં થયેલા 45 કરોડ રૂપિયાના નુકસાનની ભરપાઈ માટે મેકર્સે આગ્રહ રાખ્યો હતો. આ મામલે ફરહાન અખ્તરે ‘ફિલ્મ ફેડરેશન’ (FWICE) ના દરવાજા ખખડાવ્યા હતા. ત્યારબાદ સામસામે લીગલ નોટિસો પણ મોકલવામાં આવી હતી.

 ‘ડોન ૩’ પર હજુ પણ સસ્પેન્સ યથાવત

‘ડોન’ ફ્રેન્ચાઈઝીના ફેન્સ લાંબા સમયથી ‘ડોન ૩’ ની રાહ જોઈ રહ્યા છે. પહેલાં શાહરૂખ ખાનનું પ્રોજેક્ટથી અલગ થવું અને ત્યારબાદ શૂટિંગના ઠીક પહેલાં રણવીર સિંહનું વૉકઆઉટ કરવું—આ તમામ ઘટનાઓએ મેકર્સનું પ્લાનિંગ ખોરવી નાખ્યું છે. ફરહાનના આ તાજેતરના નિવેદને સાબિત કરી દીધું છે કે બંને વચ્ચેની કડવાશ હજુ પણ યથાવત છે.


આ પણ વાંચો :90ના દાયકાના એક્શન સ્ટાર ‘અન્ના’નો જન્મદિવસ; પુત્ર અહાન શેટ્ટી અને જેકી શ્રોફે પાઠવી ખાસ શુભેચ્છા

આ પણ વાંચો :ગોવિંદાએ સુનીતાના આરોપો પર તોડ્યું મૌન, કહ્યું- સંબંધોમાં દરેક વાત જાહેર કરવી જરૂરી નથી

આ પણ વાંચો :‘ધ પેરેડાઇઝ’ના ટીઝરમાં નાની અને રાઘવ જુયાલનો પ્રચંડ એક્શન અવતાર