Entertainment News/ ‘ધ પેરેડાઇઝ’ના ટીઝરમાં નાની અને રાઘવ જુયાલનો પ્રચંડ એક્શન અવતાર

નેચરલ સ્ટાર નાની અને રાઘવ જુયાલ સ્ટારર સાઉથ ફિલ્મ ‘ધ પેરેડાઇઝ’ (The Paradise)નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આક્રમક લુક અને હચમચાવતા એક્શન દ્રશ્યો ધરાવતા આ ટીઝર વિશે વિગતવાર વાંચો.

Entertainment
'The Paradise' teaser out

Entertainment News : સાઉથ સિનેમાના જાણીતા ‘નેચરલ સ્ટાર’ નાનીની બહુપ્રતિક્ષિત એક્શન થ્રિલર ફિલ્મ ‘ધ પેરેડાઇઝ’ (The Paradise) નું ધમાકેદાર ટીઝર અંતે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. 1.42 મિનિટના આ પાવર-પેક્ડ ટીઝરે (Power-packed teaser)રિલીઝ થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. જે રીતે ‘પુષ્પા’ અને ‘KGF’ જેવી સુપરહિટ ફિલ્મોમાં માસ એક્શન જોવા મળ્યું હતું, તેનાથી પણ એક ડગલું આગળ વધીને આ ફિલ્મમાં હચમચાવી મૂકે તેવા લોહીયાળ એક્શન દ્રશ્યો રજૂ કરવામાં આવ્યા છે.શ્રીકાંત ઓડેલા (Srikanth Odela)ના નિર્દેશનમાં બની રહેલી આ મોટા બજેટની ફિલ્મમાં નાની સાથે બોલિવૂડ એક્ટર અને ડાન્સર રાઘવ જુયાલ પણ અત્યાર સુધીના સૌથી ખતરનાક વિલનના પાત્રમાં જોવા મળી રહ્યા છે.

 નાનીનો ક્યારેય ન જોયેલો અનોખો લુક અને રાઘવ જુયાલનો ડેશિંગ અવતાર

‘ધ પેરેડાઇઝ’ના ટીઝરમાં બંને મુખ્ય કલાકારોનો લુક અને ક્રાંતિકારી અંદાજ (Revolutionary approach)દર્શકોને મંત્રમુગ્ધ કરી રહ્યો છે.ટીઝરમાં નાની લાંબા વાળ, બે ચોટલી અને નાકમાં નથ પહેરેલા અત્યંત આક્રમક માસ અવતારમાં દેખાઈ રહ્યા છે. તેમનો આ રો અને રૌદ્ર લુક જોઈને જ રૂવાડાં ઊભાં થઈ જાય છે. ‘કિલ’ ફિલ્મ પછી રાઘવ જુયાલ ફરી એકવાર મુખ્ય વિલનના રોલમાં ધમાકો કરવા તૈયાર છે. ટીઝરમાં તેનો સ્વેગ અને ડેશિંગ નેગેટિવ શેડ અદ્ભુત લાગી રહ્યો છે.ફિલ્મના વિઝ્યુઅલ ઈફેક્ટ્સ, બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને એક્શન ક્રાફ્ટ એટલા ઉચ્ચ કક્ષાના છે કે જે દર્શકોને સિનેમાઘરો તરફ ખેંચવા માટે પૂરતા છે.

ઝૂંપડપટ્ટીની પૃષ્ઠભૂમિ પર રચાયેલી ક્રાંતિની વાર્તા

ટીઝર પરથી ફિલ્મની વાર્તાનો થોડો સંકેત મળે છે. શ્રીકાંત ઓડેલાએ આ વાર્તા એક ઝૂંપડપટ્ટી (Slum Area) ની પૃષ્ઠભૂમિ પર આધારિત રાખી છે, જ્યાં નાની દેશ, સિસ્ટમ અને પોતાના લોકોના હકો માટે લડતા અને સંઘર્ષ કરતા જોવા મળે છે. દર્શકો આ ટીઝરને જોયા પછી ફિલ્મના સિનેમેટિક અનુભવ માટે આતુર બની ગયા છે.


આ પણ વાંચો :પ્રિયા પ્રકાશ વોરિયરને કેસરી કપડાં અંગે પૂછાયો વિચિત્ર સવાલ, ‘વિંક ગર્લ’નો જડબાતોડ જવાબ વાયરલ!

આ પણ વાંચો :સલમાન ખાનના એપાર્ટમેન્ટ બહાર સુરક્ષામાં તૈનાત મુંબઈ પોલીસ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી અવસાન

આ પણ વાંચો :કંગના રનૌતનું U-ટર્ન! હવે Gen Zને ગણાવી દેશની સૌથી મોટી તાકાત, કહ્યું- ‘આ પેઢી પર અમને ગર્વ છે’