મુંબઈ
બોલિવુડના ડિરેક્ટર-પ્રોડ્યુસર-એક્ટર અનુરાગ કશ્યપે એક જાણીતા મેગેઝીનને આપેલા એક ઇન્ટરવ્યુમાં પોતાના અંગત જીવન સાથેની વાતો શેર કરી હતી.
૨૦૧૫માં બીજી પત્ની કલ્કિ કોચલિન સાથે છૂટાછેડા થયા પછી અનુરાગ કરતા ઘણી નાની શુભ્રા શેટ્ટીના રિલેશનશીપની અફવા ફેલાઇ હતી.
આ વાતનો અનુરાગે સ્વીકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ શુભ્રા સાથે રિલેશનશિપમાં છે. શુભ્રા ૨૩વર્ષની છે તો અનુરાગ ૪૫ વર્ષના છે.
અનુરાગે વધુમાં જણાવ્યું હતું કે ઉંમર ફક્ત એક આંકડો છે પણ પ્રેમ વધારે અગત્યનો છે.હું 90ની ઉંમરમાં પણ આવી જ રીતે પ્રેમ કરતા રહેશે. હું બ્રેકઅપ અને દુખડા રડવા જેવી વાતોમાં નથી માનતો. તેના બદલે તે રિલેશનશિપમાં રહેવામાં વધારે માને છે.
એક ઈન્ટરવ્યુંમાં અનુરાગે તેની પૂર્વ પત્ની કલ્કિ વિશે પણ ઘણી વાતો કરી હતી. અમે બંને અલગ થયા તે પછી પણ અમારી વચ્ચે ઘણી સારી મિત્રતા છે. અને અમે બંને એક બીજાના સંપર્કમાં હંમેશા રહીએ છીએ.
