અમદાવાદ,
બોલિવુડના ડાન્સિંગ સ્ટાર ગોવિંદાના જુના તેમજ નવા સુપરહિટ ૧૨ સોન્ગ્સ પર અમદાવાદના ધોરણ ૩ થી ૧૧ તેમજ કોલેજના ૧૦ હજાર સ્ટુડન્ટ્સ એક સાથે ડાન્સ કરીને ‘વર્લ્ડ્સ લાર્જેસ્ટ બોલીવુડ ડાન્સ ઓન ગોવિંદા મેડલી’ નો અનોખો રેકોર્ડ બનાવશે. આ કાર્યક્રમ ૨૦ જાન્યુઆરીએ અમદાવાદના પોલીસ-સ્ટેડિયમમાં યોજાશે જેમાં ગોવિંદા પોતે હાજરી આપી સ્ટુડન્ટ્સ પ્રોત્સાહિત કરશે.
ડાન્સના કોરિયોગ્રાફર પ્રીતેશ નાયકે કહ્યું હતું કે, ભારતમાં સૌ પ્રથમ વાર અમદાવાદમાં એક સાથે ૧૦ હજાર સ્ટુડન્ટ્સ બોલીવુડથી થીમ પર ડાન્સ કરીને ડાન્સિંગનો અનોખો રેકોર્ડ બનાવશે. આ સ્ટુડન્ટ્સગોવિંદાના ૧૨ ગીતોની બે-બે લીટી પર એક સાથે ડાન્સ કરશે.
આ રેકોર્ડ માટે અમદાવાદમાં હાલમાં વિવિધ સ્કૂલોમાં ૪૦ કોરિયોગ્રાફર સ્ટુડન્ટ્સને પ્રેકિટસ કરાવી રહ્યા છે. લેવલ અપ એન્ટરપ્રાઇઝ અને સાત્ત્વિક એન્ટરટેઇનમેન્ટ દ્રારા આયોજિત આ કાર્યક્રમ યોજાશે.
