બોલિવૂડ/ યુવા દિલોની ધડકન બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

કોરોના વૈશ્વિક કહેર સામાન્ય થી લઈ સેલિબ્રિટી સૌ કોઈ ને પોતાની ઝપેટમાં લઇ રહ્યો છે. બોલિવૂડ અને ટેલિવૂડમાં આ એક બાદ એક કલાકારોને કોરોના થયો હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.હજુ તાજેતરમાં જ અભિનેતા અને નિર્માતા સતિષ કૌશિક

Entertainment

કોરોના વૈશ્વિક કહેર સામાન્ય થી લઈ સેલિબ્રિટી સૌ કોઈને પોતાની ઝપેટમાં લઇ રહ્યો છે. બોલિવૂડ અને ટેલિવૂડમાં આ એક બાદ એક કલાકારોને કોરોના થયો હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.હજુ તાજેતરમાં જ અભિનેતા અને નિર્માતા સતિષ કૌશિકનો  કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો હવે તેમાં વધુ એક ફિલ્મ સીતારાનું નામ જોડાયું છે. લાખો દિલોની ધડકન એવા બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યનને પણ કોરોના થયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે અને તેની જાણ કરતી કે પોતે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કરી હતી. ત્યારબાદ સમગ્ર બોલિવૂડ અને તેના ચાહકો દ્વારા તે જલદીથી સાજા થઇ જાય તેવી શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.

Kartik Aaryan Buying The Flat He Once Lived In As A PG Shows Hard Work Pays OffThe Rent Too

બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કાર્તિકે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર પ્લસની સાઈનની તસવીર શેર કરીને આ માહિતી આપી છે. કાર્તિકે પોસ્ટ સાથે લખ્યું કે, ‘પોઝિટિવ થઈ ગયો, દુઆ કરો.’

Kartik Aaryan hikes his fees to Rs 7 crore?

કાર્તિક કોરોનાગ્રસ્ત થતા ફિલ્મનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે. હાલમાં તે ‘ભૂલ ભુલૈયા 2’નું શૂટિંગ કરતો હતો. કાર્તિક આર્યનના અપકમિંગ પ્રોજેક્ટની વાત કરીએ તો ‘ભૂલ ભુલૈયા 2’ ઉપરાંત ‘ધમાકા’, ‘દોસ્તાના 2’, ‘સોનુ કે ટીટૂ કી સ્વીટી 2’ જેવી ફિલ્મ છે. કાર્તિકે માત્ર 10 દિવસમાં ‘ધમાકા’ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું હતું. બે દિવસ પહેલા જ 20 માર્ચે કાર્તિકે લેકમે ફેશન વીક 2021માં કિઆરા અડવાણી સાથે રેમ્પ વોક કર્યું હતું. આ પહેલા રણબીર કપૂર, સંજય લીલા ભણસાલી, આશિષ વિદ્યાર્થી, તારા સુતારિયા તથા સિદ્ધાંત ચતુર્વેદી કોરોના પોઝિટિવ આવ્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…