Bhagyaraj Demise & Anil Kapoor Tribute: દક્ષિણ ભારતીય સિનેમાના મહાન ફિલ્મમેકર અને લેખક કે. ભાગ્યરાજના નિધનથી સમગ્ર મનોરંજન જગતમાં શોકની લહેર ફરી વળી છે. હૃદયરોગના હુમલાને કારણે થયેલા તેમના અવસાનથી અભિનેતા અનિલ કપૂર ખૂબ જ દુઃખી છે. અનિલ કપૂરે સોશિયલ મીડિયા પર એક ભાવુક નોટ લખીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને ખુલાસો કર્યો છે કે બોલીવુડની ઘણી ઐતિહાસિક ફિલ્મો પાછળ ભાગ્યરાજનું જ મગજ હતું.
ઘણી સુપરહિટ ફિલ્મો હતી સાઉથની રિમેક
અનિલ કપૂરે જણાવ્યું હતું કે, કે. ભાગ્યરાજ( Bhagyaraj) માત્ર એક દિગ્દર્શક જ નહીં, પરંતુ એક અદ્ભુત સર્જક હતા. અનિલ કપૂરે પોતે ભાગ્યરાજની ફિલ્મ ‘મિસ્ટર બેચારા’ (1996) માં કામ કર્યું હતું. આ ઉપરાંત, અમિતાભ બચ્ચનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘આખિરી રાસ્તા’ (1986) પણ ભાગ્યરાજની જ ઓરિજિનલ વાર્તા પર આધારિત હતી.
Deeply saddened and shocked by the passing of K. Bhagyaraj sir.
It feels especially unreal because I had the opportunity to meet him recently at Khushbu’s daughter’s wedding and spend some time with him.
Bhagyaraj sir was a creative genius whose contributions to Indian cinema… pic.twitter.com/TS6Zqyck02
— Anil Kapoor (@AnilKapoor) June 27, 2026
અનિલ કપૂરની ફિલ્મોમાં મોટું યોગદાન( Bhagyaraj)
અનિલ કપૂરે તેમની કારકિર્દીની મહત્વની ફિલ્મોનો ઉલ્લેખ કરતા કહ્યું:
વો સાત દિન: અનિલના કરિયરની આ સૌથી મહત્વની ફિલ્મ હતી, જેનું બેઝ કામ ભાગ્યરાજનું(Bhagyaraj) હતું.
બેટા: આ ફિલ્મની સફળતામાં ભાગ્યરાજની(Bhagyaraj) વાર્તાનો મોટો ફાળો હતો. અનિલે પોતે તેમના ભાઈ બોની કપૂર સાથે મળીને આ ફિલ્મના રાઈટ્સ લીધા હતા.
મુઝસે શાદી કરોગી: સલમાન ખાન અને અક્ષય કુમાર સ્ટારર આ હિટ ફિલ્મની વાર્તા અને સ્ક્રીનપ્લે પણ કે. ભાગ્યરાજે જ લખ્યા હતા.
‘તેમને ક્યારેય યોગ્ય ઓળખ નથી મળી’
અનિલ કપૂરે ખૂબ જ ગંભીર વાત કરતા લખ્યું કે, “ભાગ્યરાજ સરે ઘણી બધી સફળતાના બીજ વાવ્યા હતા. અન્યોએ માત્ર તેમની વાર્તાઓને હિન્દી દર્શકો માટે રિમેક કરી, પણ ઓરિજિનલ ક્રિએટર હંમેશા ભાગ્યરાજ સર જ રહ્યા. તેમના લેખને અસંખ્ય લોકોના કરિયરને દિશા આપી છે, પરંતુ કદાચ તેમને તેટલી ઓળખ કે પ્રસિદ્ધિ નથી મળી જેના તે સાચા હકદાર હતા.”
અનિલ કપૂરે અંતમાં લખ્યું કે તેઓ હંમેશા ભાગ્યરાજના આભારી રહેશે કારણ કે તેમના કારણે જ તેમનું કરિયર અને ભારતીય સિનેમા વધુ સમૃદ્ધ બન્યું છે.
આ પણ વાંચો:ગુજરાતી રંગભૂમિના પીઢ કલાકાર અને બાઘાના પિતા અરવિંદ વેકરિયાનું નિધન
આ પણ વાંચો:માત્ર 30 વર્ષની વયે અભિનેત્રી સંચિતા ઉગલેનું નિધન
આ પણ વાંચો:બોલિવૂડના જાણીતા નિર્માતા અને પૂર્વ CBFC ચીફ પહલાજ નિહલાનીનું 76 વર્ષની વયે નિધન
