IT Industry Update Summary: છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના કારણે ભારતીય IT સેક્ટરનો અંત નજીક છે. જોકે, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) ના CEO કે. કૃતિવાસને આ વાતોને પાયાવિહોણી ગણાવી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે AI એ ભારતીય IT કંપનીઓ માટે ખતરો નહીં પરંતુ એક મોટો અવસર (Opportunity) છે. ઉચ્ચ સ્તરની વિશેષજ્ઞતા અને સ્કિલ સેટના દમ પર ભારતીય IT સેક્ટર ફરી એકવાર મજબૂતીથી ઉભરી આવશે.
2030 સુધીમાં ખાત્માની વાતો ખોટી
CEO કૃતિવાસને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, IT સર્વિસ ઈન્ડસ્ટ્રી સમાપ્ત થવાની ભવિષ્યવાણીઓ દર દાયકે થતી હોય છે, પરંતુ હકીકત તેનાથી ઉલટી છે. કંપનીઓને AI નો પૂરો ફાયદો ઉઠાવવા માટે TCS જેવી નિષ્ણાત કંપનીઓની જરૂરિયાત ઉલટાની વધશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજી ઝડપથી આગળ વધી રહી છે, પરંતુ કંપનીઓમાં તેના અમલીકરણ માટે IT સર્વિસીસની માંગ વધવાની છે.
AI: પડકાર નહીં, પણ તક
TCS ના COO આર્તી સુબ્રમણિયનના જણાવ્યા મુજબ, ક્લાઉડ અને એડવાન્સ AI ટૂલ્સ પરંપરાગત સેવાઓને પડકારી શકે છે, પરંતુ તેનાથી કંપનીઓને પોતાની જૂની સિસ્ટમ્સ (Legacy Systems) અપડેટ કરવાનો મોકો મળશે. આનાથી બિઝનેસની ગતિ ઝડપી બનશે અને ઓપરેશનલ ખર્ચમાં ઘટાડો થશે.
રેકોર્ડ બ્રેક ડીલ્સ અને મજબૂત ઓર્ડર બુક
TCS ના આંકડાઓ જ તેની મજબૂતીની સાક્ષી પૂરે છે:
નાણાકીય વર્ષ 2026 TCV: 40.7 અબજ ડોલરની અત્યાર સુધીની સૌથી મોટી ટોટલ કોન્ટ્રેક્ટ વેલ્યૂ પ્રાપ્ત કરી.
ચોથા ત્રિમાસિકનો TCV: 12 અબજ ડોલર રહ્યો.
કંપનીએ આખા વર્ષમાં 5 મોટી ડીલ્સ ફાઈનલ કરી છે, જે દર્શાવે છે કે ગ્રાહકોનો ભરોસો યથાવત છે.
વૈશ્વિક અનિશ્ચિતતા છતાં આશાવાદ
પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી સ્થિતિ અને વૈશ્વિક અનિશ્ચિતતા છતાં, TCS નાણાકીય વર્ષ 2027 માટે ખૂબ જ આશાવાદી છે. કંપનીનું માનવું છે કે લિસ્ટિંગ પછી પહેલીવાર રેવન્યૂમાં 2.4% નો ઘટાડો નોંધાયો હોવા છતાં, હવે ફરીથી ગ્રોથનો ટ્રેન્ડ શરૂ થયો છે. ગ્રાહકો હવે પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવા માટે વધુ આત્મવિશ્વાસ બતાવી રહ્યા છે.
આ પણ વાંચો:ચીને બનાવ્યો દુનિયાનો સૌથી ‘ઈમોશનલ’ રોબોટ, Moya ની અદાઓ જોઈને તમે પણ ચોંકી જશો
આ પણ વાંચો: સાવધાન! તમારી AI સાથેની ખાનગી વાતો સુરક્ષિત નથી? Perplexity AI પર લાગ્યો ડેટા ચોરીનો આરોપ

