Perplexity AI Data Privacy Case: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રના ઉભરતા સ્ટાર્ટઅપ Perplexity AI વિરુદ્ધ અમેરિકામાં એક મોટો ક્લાસ-એક્શન કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કાનૂની ફરિયાદમાં કંપની પર અત્યંત ચોંકાવનારો આરોપ છે કે તેણે યુઝર્સની અંગત માહિતી અને એઆઈ સાથેની તેમની ખાનગી વાતચીતને ગુપ્ત રીતે ટેક જાયન્ટ્સ Meta અને Google સાથે શેર કરી છે.
હિડન ટ્રેકિંગ ટેકનોલોજીનો ખેલ
સાન ફ્રાન્સિસ્કોની ફેડરલ કોર્ટમાં દાખલ થયેલા કેસ મુજબ, Perplexity એઆઈ પોતાની વેબસાઇટ પર ‘હિડન ટ્રેકિંગ’ મિકેનિઝમનો ઉપયોગ કરે છે.
ઓટોમેટિક એક્ટિવેશન: જ્યારે પણ કોઈ યુઝર Perplexity ના હોમપેજ પર જાય છે, ત્યારે જ આ ટ્રેકર્સ સક્રિય થઈ જાય છે.
મંજૂરી વગર ઈન્સ્ટોલેશન: યુઝરની જાણકારી કે સ્પષ્ટ મંજૂરી વગર આ ટેકનોલોજી તેમના ડિવાઇસ પર ઇન્સ્ટોલ થઈ જાય છે.
ડેટા મોનિટરિંગ: આ ટ્રેકર્સ દ્વારા Meta અને Google ને યુઝર્સની દરેક હિલચાલ અને એઆઈ સાથેના તેમના ઇન્ટરેક્શનને મોનિટર કરવાની સુવિધા મળે છે.
પ્રાઈવસી કાયદાનો સરેઆમ ભંગ?
ફરિયાદમાં દાવો કરાયો છે કે આ ડેટા હેન્ડલિંગ કેલિફોર્નિયાના કડક પ્રાઈવસી કાયદાઓનું ઉલ્લંઘન છે. કાયદા મુજબ, કોઈપણ કંપનીએ ડેટા સંગ્રહ કરતા પહેલા અને તેને થર્ડ પાર્ટી સાથે શેર કરતા પહેલા યુઝરની લેખિત કે સ્પષ્ટ સંમતિ લેવી ફરજિયાત છે. Perplexity એ આ પારદર્શિતા જાળવી નથી, જેના કારણે યુઝર્સની સંવેદનશીલ માહિતી જોખમમાં મુકાઈ છે.
AI ઉદ્યોગ માટે લાલબત્તી
નિષ્ણાતો માને છે કે આ કેસ સમગ્ર એઆઈ ઉદ્યોગ માટે એક વળાંક સાબિત થઈ શકે છે. અત્યારે AI ટેકનોલોજી એટલી ઝડપથી વધી રહી છે કે સરકારી નિયમો તેની પાછળ રહી ગયા છે. જો આ આરોપો સાબિત થાય છે, તો Perplexity AI એ માત્ર આર્થિક દંડ જ નહીં, પણ કાનૂની પરિણામોનો પણ સામનો કરવો પડશે. યુઝર્સ માટે આ એક ચેતવણી છે કે કોઈપણ AI પ્લેટફોર્મ પર પોતાની અત્યંત ખાનગી કે સંવેદનશીલ વિગતો શેર કરતા પહેલા સાવચેત રહેવું.
આ પણ વાંચો:ચીને બનાવ્યો દુનિયાનો સૌથી ‘ઈમોશનલ’ રોબોટ, Moya ની અદાઓ જોઈને તમે પણ ચોંકી જશો
આ પણ વાંચો: હવે AI જણાવશે ક્યારે થશે બાળકનો જન્મ! ગર્ભાવસ્થાના જોખમો ઓળખવા ભારતે બનાવ્યું પોતાનું ‘દેશી’ મોડેલ
