egypt news/ ઇજિપ્તમાં ટ્રમ્પના શાંતિ કરારના સાક્ષી 20 દેશો, ગાઝામાં ગોળીબારનો અંત આવશે

ઇઝરાયલ 2,000 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાના બદલામાં હમાસ 20 ઇઝરાયલી બંધકોને મુક્ત કરશે. આ કરારથી ગાઝામાં શાંતિ લાવવા સહમત થશે….

international World Trending

Egypt News: ગાઝા સહિત પશ્ચિમ એશિયામાં શાંતિને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી આજે ઇજિપ્તના શર્મ અલ-શેખમાં શાંતિ સંમેલન યોજાયું હતું. US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત 20 થી વધુ દેશોના નેતાઓ સમિટમાં ભાગ લઈ રહ્યા છે. કેન્દ્રીય રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ઇઝરાયલ ટ્રમ્પના શાંતિ કરાર સાથે સંમત થયું છે, પરંતુ હમાસ હજુ પણ કેટલાક મુદ્દાઓ પર અસંમત છે. હમાસ ગાઝામાં સત્તા છોડવા તૈયાર છે પરંતુ તેના શસ્ત્રો સોંપવાનો વિરોધ કરે છે.

હમાસ ઇઝરાયલી બંધકોને મુક્ત કરશે

ઇજિપ્તમાં શાંતિ વાટાઘાટોમાં હમાસ અને ઇઝરાયલ વચ્ચે મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાઈ શકે છે.  સૂત્રોના જણાવ્યા મુજબ, હમાસ સોમવાર બપોર સુધીમાં 20 ઇઝરાયલી બંધકોને મુક્ત કરશે, જ્યારે 28 અન્ય બંધકોના મૃતદેહો પરત કરવા માટે પ્રક્રિયા શરૂ થશે. આ માનવતાવાદી પગલાંના બદલામાં ઇઝરાયલ આશરે 2,000 પેલેસ્ટિનિયન કેદીઓને છોડશે. આ સમજૂતી કરાર મધ્યપૂર્વમાં વધતા તણાવ વચ્ચે આશાનું કિરણ જેવુ લાગી રહ્યું છે. ઇજિપ્ત અને કતાર બંને દેશો આ વાટાઘાટોમાં સાક્ષી  તરીકે મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

રિપોર્ટ મુજબ, આ પગલું  યુદ્ધવિરામ તરફનું પહેલું પોસિટિવ સંકેત કહી શકાય છે.

ટ્રમ્પ શાંતિ કરાર અંગે અત્યંત ઉત્સાહી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તાજેતરમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચેના શાંતિ કરાર અંગે ખૂબ જ ઉત્સાહી દેખાઈ રહ્યા છે. ટ્રમ્પ આ કરારને મધ્યપૂર્વમાં સ્થિરતા લાવનાર ઐતિહાસિક પગલું ગણાવી રહ્યા છે. જેમાં ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પ, જમાઈ જેરેડ કુશનર અને ખાસ દૂત સ્ટીવ વિટકાફને ઇઝરાયલ મોકલ્યા છે. વિટકાફે શાંતિ યોજનાના અમલીકરણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ત્રણેય પ્રતિનિધિઓએ ગાઝા પટ્ટીની મુલાકાત લઈને પરિસ્થિતિનું નજીકથી ઓબસર્વેશન કરશે.

સૂત્રોના જણાવ્યા મુજબ, ટ્રમ્પ પ્રશાસન આ કરારને પ્રદેશમાં લાંબા ગાળાની શાંતિ અને સહકાર માટેનો માર્ગ ગણાવી રહ્યું છે.

ગાઝામાં બંદૂકનો અવાજ બંધ થશે

ગાઝામાં પરત ફરવાની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. છેલ્લા બે દિવસમાં લાખો પેલેસ્ટાઇનીઓ, જે લાંબા સમય સુધી સંઘર્ષ અને હિંસાને કારણે પોતાના ઘર છોડીને શરણાર્થી શિબિરો અથવા પડોશી વિસ્તારોમાં રહેતા હતા તેઓમાં આશા જાગી, તેઓ હવે વાહનોમાં અને પગપાળા પોતાના ગામડાઓ અને શહેરોમાં પરત ફરી રહ્યા છે. રસ્તા પર લોકોની કતારો છે, બાળકોના ચહેરા પર ઉત્સાહ છે, પરંતુ આંખોમાં હજુ પણ યુદ્ધની ભયંકર યાદો, ઉપરાંત એક ડર જે ઘર કરીને બેઠો છે.

જોકે, મોટાભાગના લોકોને તેના મકાનો ખંડેર હાલતમાં જોવા મળશે. ઇઝરાયેલી હવાઈ હુમલાઓ અને જમીની કામગીરી દરમિયાન હજારો ઘરો, શાળાઓ અને હોસ્પિટલો નાશ પામ્યા છે.

ઇઝરાયેલ અને હમાસ વચ્ચેની શાંતિ સમજૂતી પછી પ્રથમ વખત આ વિસ્તારમાં બંદૂકોના અવાજોને શાંત થયા છે. લોકો ધીમે ધીમે સામાન્ય જીવનમાં પાછા ફરવાનો પ્રયાસ કરી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:“ગાઝા યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે,” ટ્રમ્પે કહ્યું, “ઇઝરાયલ, હમાસ ટૂંક સમયમાં કેદીઓની આપ-લે કરશે”

આ પણ વાંચો:ગાઝા યુદ્ધવિરામ બાદ બ્રેન્ટ ક્રૂડ અને US ક્રૂડના ભાવમાં 4% સુધીનો ઘટાડો

આ પણ વાંચોPM મોદીએ ગાઝા શાંતિ કરાર પર ટ્રમ્પની પ્રશંસા કરતા કહ્યું, “બંધકોની મુક્તિ એ એક મહત્વપૂર્ણ પગલું છે”