Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Israel Hezbollah War/ ઈઝરાયલ હુમલામાં હિઝબુલ્લાહના નવા ચીફ હાશેમ સફીદ્દીનને ઠાર કરાયાનો દાવો

ઇઝરાયેલી સેનાએ શુક્રવારે કહ્યું કે તેણે પશ્ચિમ કાંઠે તુલકારમ પર હુમલામાં હમાસ નેટવર્કના વડાને મારી નાખ્યો છે.

October 4, 2024Komal Patel
Top Stories World Breaking News

Iran-Israel War: ઈરાનના (Iran) 180 મિસાઈલ હુમલાના (Missile Attack) જવાબમાં ઈઝરાયેલે (Israel) હિઝબુલ્લાહ (Hezbollah) અને હમાસ પર હુમલા શરૂ કરી દીધા છે. ઇઝરાયેલે મોડી રાત્રે બેરૂત એરપોર્ટ (Beirut Airport) નજીક હુમલો કર્યો હતો. બેરૂતનું આકાશ એક પછી એક 10 હવાઈ હુમલાઓથી ગૂંજી ઉઠ્યું. આ સાથે ઈઝરાયેલની સેનાનું ગ્રાઉન્ડ ઓપરેશન પણ ચાલી રહ્યું છે. ઇઝરાયેલે હમાસના વડા ઝાહી યાસર અબ્દ અલ-રઝેક ઔફીની હત્યા કરવાનો પણ દાવો કર્યો હતો. સૂત્રો મુજબ ઇઝરાયેલ હુમલામાં હિઝબુલ્લાહના ચીફ હાશેમ સફીદ્દીનને (Hashem Safieddine) પણ નિશાન બનાવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દરમિયાન હિઝબુલ્લાએ પણ ઈઝરાયેલી સેનાના 17 અધિકારીઓ અને સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો છે.

Israel attack- India TV Hindi

ઇઝરાયેલી સેનાએ શુક્રવારે કહ્યું કે તેણે પશ્ચિમ કાંઠે તુલકારમ પર હુમલામાં હમાસ નેટવર્કના વડાને મારી નાખ્યો છે. સેનાએ એક નિવેદનમાં હમાસ આતંકવાદીની ઓળખ ઝાહી યાસર અબ્દ અલ-રઝેક ઓફી તરીકે કરી છે. વિદેશી મીડિયા રિપોર્ટ અનુસાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં ઇઝરાયેલના સ્ત્રોતને ટાંકીને સફીદીન એ વ્યક્તિ છે જેને હિઝબુલ્લાહના નેતા હસન નસરાલ્લાહનો અનુગામી માનવામાં આવે છે. આ મામલે કોઈપણ પક્ષ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

ઈરાનના હુમલાનો જવાબ કેવી રીતે આપવો તે અંગે ઈઝરાયેલે હજુ સુધી નિર્ણય લીધો નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને સ્પષ્ટ કર્યું છે કે જો ઈઝરાયેલ ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલો કરશે તો અમેરિકા તેને સમર્થન નહીં આપે. જો કે, જ્યારે બિડેનને પૂછવામાં આવ્યું કે શું ઈઝરાયેલ ઈરાનના તેલના કુવાઓ પર હુમલો કરવા જઈ રહ્યું છે તો તેણે કહ્યું કે તે આ અંગે જાહેરમાં વાત કરશે નહીં. બિડેનના નિવેદનથી વૈશ્વિક તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે.

મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે તેલના પુરવઠામાં વિક્ષેપ પડવાનો ડર વેપારીઓને છે. “આજે કંઈ થવાનું નથી,” બિડેને કહ્યું. સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયેલના રાજદૂતેગુરુવારે જણાવ્યું હતું કે તેમના દેશ પાસે બદલો લેવા માટે “પુષ્કળ વિકલ્પો” છે અને “ટૂંક સમયમાં” તેહરાનને તેની તાકાત બતાવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નસરાલ્લાહની હત્યા બાદ હિઝબોલ્લાહની કમાન કોણે સોંપાઈ

આ પણ વાંચો:હિઝબોલ્લાહનો ખાતમો બોલાવવા ઇઝરાયેલ મક્કમ, લેબનોનમાં શરૂ ગ્રાઉન્ડ ઓપરેશન

આ પણ વાંચો:નસરલ્લાહ અંગે ઇરાની જાસૂસે જ ઇઝરાયેલને આપી હતી બાતમી 

Post navigation

માતા દુર્ગાનું બીજું સ્વરૂપ: મનોકામના પૂર્ણ કરવા કરો માં બ્રહ્મચારિણીનું પૂજન
દ્વારકામાં ફૂડ પોઈઝનિંગથી એકનું મોત, 6 લોકો સારવાર હેઠળ

More Posts

નુકશાન/ શું 2015 માં આવેલા વિનાશક ભૂકંપથી મા. એવરેસ્ટની ઉંચાઈ ઓછી થઈ? કેટલી છે નવી ઉંચાઈ…? 

November 27, 2020padma prajay
Musk

ChatGPT/ ChatGPTએ મસ્કને કહ્યા”વિવાદાસ્પદ”, મસ્કે આપ્યો પ્રતિભાવ

February 20, 2023jani

City Civil Court/ બદનક્ષી કેસ મામલે કેજરીવાલના વકીલે કોર્ટમાં કહ્યું,યુનિવર્સિટી સ્ટેટ છે તે માનહાનિનો દાવો કરી શકે નહીં

September 6, 2023garima rao

ગુજરાત/ શિક્ષણ વિભાગની “શોધ યોજના”નું પરિણામ આવતી કાલે જાહેર થશે

September 14, 2022garima rao

Political/ હવે હાઈવે પર ઉતરી શકશે વાયુસેનાનાં ફાઇટર વિમાનો, રાજનાથ સિંહે કર્યુ ‘ઈમરજન્સી લેન્ડિંગ ફિલ્ડ’નું ઉદ્ઘાટન

September 9, 2021September 9, 2021hardik shah

Not Set/ Video: બાયડ અને માલપુરમાં ધોધમાર વરસાદ, 5 ગામોને કરાયા એલર્ટ

July 20, 2018July 21, 2018Nirmal Acharya

Anand/ અમુલ ડેરીમાં ચૂંટણીને લઈને વાતાવરણમાં આવ્યો ગરમાવો…

October 17, 2020October 17, 2020padma prajay

CAA/ પાકિસ્તાનમાં જન્મેલી યુવતી, ભારત આવીને MBBS નો અભ્યાસ કર્યો, હવે CAA કાયદાએ તેને ભારતીય બનાવી

December 11, 2024Yogesh Vaghela

Surat/ ઓનલાઇન ગેમ પર પોલીસની તવાઇ મોટા વરાછામાં ઓનલાઇન ગેમ પર દરોડા ગેમ દ્વારા નાણાં ટ્રાન્સફર થવાની આશંકા મોટાપાયે મોબાઇલ અને લેપટોપ કબ્જે તપાસમાં સાયબર ક્રાઈમ પણ જોડાઈ મોટું રેકેડ ચાલતું હોવાની આશંકાને લઈ રેડ તપાસ બાદ સમગ્ર મામલે ખુલાસો સામે આવશે

March 6, 2023Rahul Rathod

Morbi News/ મોરબીમાં 3.57 કરોડના કોલસા ચોરીના કેસમાં ફરાર આરોપી યુગાન્ડાથી પરત આવતા ઝડપી લેવાયો

April 14, 2025Nikunj Patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy