Gandhinagar News: કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) રાજ્ય સરકારની 213 યોજનાઓ 12 હજાર કરોડ રૂપિયાના ખર્ચ પછી પણ અધૂરી હોવા બદલ જવાબ માંગ્યો છે. આ યોજનાઓ 31 માર્ચ 2023 પહેલાની છે. તેમા પણ 2021-22 સૌથી વધુ 60 જેટલી યોજનાઓ પૂરી થઈ નથી. તેમા રૂ. 2,471 કરોડના ખર્ચના અંદાજ સામે રૂ. 1,457 કરોડનો ખર્ચ થઈ ગયો છે. આ ઉપરાંત 2020-21ની 45 યોજનાઓ અધૂરી છે. તેમા 1,939 કરોડના ખર્ચના અંદાજ સામે રૂ. 1,584 કરોડ ખર્ચાઈ ગયા છે.
તેમા સૌથી વધુ અધૂરી યોજનાઓ માર્ગ અને મકાન વિભાગની છે. માર્ગ અને મકાન વિભાગને આઠ હજાર કરોડ રૂપિયાની અધૂરી છે. જ્યારે નર્મદા માટેની રૂ. 6,800 કરોડની યોજનાઓ હજી અધૂરી છે. અધૂરી યોજનાઓ કે કામોમાં સ્થગિત થયેલું ભંડોળ ખર્ચની ગુણવત્તા પર નકારાત્મક અસર કરે છે.
માર્ગ અને મકાન વિભાગની કુલ 184 યોજનાઓ અધૂરી છે. માર્ગ અને મકાન વિભાગે અધૂરી યોજનાઓ પાછળ લગભગ 70 ટકા ખર્ચ કર્યો અને કલ્પસર વિભાગે 93 ટકા ખર્ચ કર્યો. તેમા પણ 2013-14ની ચાર યોજનાઓ એવી છે તેમા અંદાજિત ખર્ચ કરતાં વધારે નાણા ખર્ચવામાં આવ્યા હોવા છતાં તે અધૂરી છે. કેગના આ રિપોર્ટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ મહિલા તથા બાળવિકાસ વિભાગની યોજના અમલીકરણ એકમોએ હાથ ધરેલા કામોની વિગતો કેગના રિપોર્ટમાં સમાવવામાં આવી નથી.
આ સિવાય ગૃહ વિભાગ માટે પોલીસ આવાસન નિગમ લિમિટેડે હાથ ધરેલા કામોની વિગતો પણ સમાવવામાં આવી નથી. તેનીસાથે નર્મદા અનેકલ્પસર વિભાગનાસિંચાઈને લગતા કામો પૈકી કેટલાક કામ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા હાથ ધરવામાં આવ્યા હોવાથી તેની વિગતો પણ સમાવવામાં આવી નથી. કેગનું કહેવું એ છે કે જાહેર નાણાનો આટલો જંગી વ્યય છતાં કેમ પરિણામલક્ષી કામકાજ થતું નથી.
આ પણ વાંચો: સરકારી જાહેર સાહસોની ઝાટકણી કાઢતું કેગઃ નફો કરતાં કરી શકતા ન હોય તો બંધ કરો
આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલે કેગની ગાંધીનગરમાં નવી ઓફિસનું ભૂમિપૂજન કર્યું
આ પણ વાંચો: સંસદમાં રજૂ કરાયેલા કેગના અહેવાલ પર ધ્યાન અપાયું હોત તો ઓડિશા ટ્રેન દુર્ઘટના થઈ ન હોત
