Surat News: સુરતમાં (Surat) હજીરા (Hajira) ખાતે આવેલ આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીના કોરેક્સ-2 પ્લાન્ટમાં વિસ્ફોટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગમાં ફસાયેલા ચાર કર્મચારીઓના કરૂણ મોત થયા હતા. કંપનીની આટલી મોટી બેદરકારી હોવા છતાં ગુનો નોંધાયો નથી.
AMNS કંપનીમાં બ્લાસ્ટની તપાસ કરવામાં આવી તો ખુલાસો થયો કે ફર્નેશનો સેફ્ટી વાલ્વ ન ખુલતા પ્રેશર વધ્યું અને બ્લાસ્ટ થયો હતો, જેમાં 4 લોકોના કરૂણ મોત નિપજ્યાં હતા. કંપનીની મોટી બેદરકારી છતાં ગુનો દાખલ ન થતાં મૃતકોના પરિવારમાં રોષ ફેલાયો છે. લોકોનો આરોપ છે કે બેદરકારી સાબિત થઈ છે, છતાં પોલીસ રિપોર્ટના બહાને કંપનીને છાવરી રહી છે.
પોલીસ અને તંત્ર પર AMNS કંપની હાવી થયાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. 3 દિવસ વીત્યા બાદ હજુ પણ રિપોર્ટ આપ્યો નથી. આજે તમામ મૃતદેહો પરિવારને સોંપાશે. મોટો સવાલ છે કે કાયદો મોટો કે એક ખાનગી કંપની?
આ પણ વાંચો:સુરતના સિટીલાઇટ વિસ્તારમાં સ્પામાં આગથી બે યુવતીઓના મોત, 3 યુવતીઓનો આબાદ બચાવ
આ પણ વાંચો:સુરત આગ/ રઘુવીર ટેકસટાઇલ માર્કેટમાં 300 કરોડથી વધુ નુકશાન, કોઈ જાનહાનિ નહિ
આ પણ વાંચો:હજીરાની AMNS કંપનીમાં વિસ્ફોટ અને આગ, 4 કર્મચારીઓના મોત અને અન્ય લોકો ઘાયલ થયા
