Surat News/ સુરતના સિટીલાઇટ વિસ્તારમાં સ્પામાં આગથી બે યુવતીઓના મોત, 3 યુવતીઓનો આબાદ બચાવ

શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન

Top Stories Gujarat Surat
Image 2024 11 07T081212.608 સુરતના સિટીલાઇટ વિસ્તારમાં સ્પામાં આગથી બે યુવતીઓના મોત, 3 યુવતીઓનો આબાદ બચાવ

Surat News : સુરત શહેરમાં ગઈકાલે સિટીલાઈટ વિસ્તારમાં અમૃતયા સ્પામાં મોડીરાત્રે આગ લાગતા બે યુવતીઓના મોત થયાનું સામે આવ્યું છે. આગ જીમ સુધી પહોંચી જતા જીમ પણ આગની ઝપેટમાં આવી ગયું હતું. ઘટનામાં અન્ય 3 યુવતીઓનો બચાવ થયો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

Image 2024 11 07T081254.609 સુરતના સિટીલાઇટ વિસ્તારમાં સ્પામાં આગથી બે યુવતીઓના મોત, 3 યુવતીઓનો આબાદ બચાવ

સુરતમાં શિવપૂજા અભિષેક નામની બિલ્ડીંગમાં ત્રીજા માળે આવેલા અમૃતયા સ્પા એન્ડ સલૂનમાં એકાએક આગની ઘટના બનવા પામી હતી.  જેમાં કામ કરતી બે યુવતીનું ગૂંગળામણના કારણે મોત થયું હતું. સ્પામાં કામ કરતી મનીષા અને અનિશા નામની બે યુવતીઓના મોત નિપજ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ બંને યુવતીઓના શ્વાસ રૂંધાવાથી મોત થયા હતા. મૃતક યુવતીઓ નોર્થ ઇસ્ટની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

Beginners guide to 2024 11 06T211855.284 સુરતના સિટીલાઇટ વિસ્તારમાં સ્પામાં આગથી બે યુવતીઓના મોત, 3 યુવતીઓનો આબાદ બચાવ

આ ઘટનામાં સુરત ફાયર કંટ્રોલ વિભાગ દ્વારા 15 થી વધુ ગાડીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચાડી દેવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમ સ્પા સેન્ટરમાં પ્રવેશી ત્યારે બંને યુવતીઓ બેભાન અવસ્થામાં પડી હતી. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ધોરણે યુવતીઓને હોસ્પિટલ લઈ ગઈ હતી, જ્યાં તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. હાલ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ થયું હોવાનું કારણ સામે આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુરુગ્રામ, દિલ્હીના વેરહાઉસમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ થઈ નથી

આ પણ વાંચો:ગુજરાતમાં વધ્યા આગના બનાવો, નવા વર્ષમાં થયું મોટું નુકસાન

આ પણ વાંચો:ઈન્દોરમાં ફટાકડા ફોડવા મામલે હિંસા ફાટી નીકળી, વાહનોમાં તોડફોડ અને આગ ચાંપવાના બનાવો