Gurugram News: ગુરુગ્રામના (Gurugram) સેક્ટર 21 સ્થિત રહેણાંક વિસ્તારમાં કાર્ડબોર્ડના વેરહાઉસમાં (Warehouse) ભીષણ આગ લાગી હતી. ડઝનબંધ ફાયર એન્જિન ઘટનાસ્થળે હાજર છે. હાલમાં તેની ઘટનાનું કારણ જાણવા મળ્યું નથી. ફાયરની 25 જેટલી ગાડીઓ આગ ઓલવવામાં વ્યસ્ત છે.
કાર્ડબોર્ડના વેરહાઉસમાં આગ લાગ્યા બાદ ધીમે ધીમે આગની જ્વાળાઓ વધવા લાગી હતી, જે બાદ સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આગ એટલી ભીષણ હતી કે તેની જ્વાળાઓ કેટલાય કિલોમીટર દૂરથી જોઈ શકાતી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
સેક્ટરના રહેવાસીઓના જણાવ્યા અનુસાર આ સેક્ટરમાં ગેરકાયદેસર રીતે વેરહાઉસ બનાવવામાં આવ્યા છે. અમે તેમને હટાવવા માટે જિલ્લા પ્રશાસનને અનેક વખત અપીલ કરી છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
તો બીજી બાજુ શુક્રવારે સાંજે લગભગ 4 વાગ્યે દિલ્હીના અલીપુર વિસ્તારમાં એક વેરહાઉસમાં આગ લાગી હતી. શનિવારે સવાર સુધી આગ પર કાબુ મેળવી શકાયો ન હતો. ફાયર બ્રિગેડની 35 જેટલી ગાડીઓ આગ ઓલવવામાં વ્યસ્ત છે. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
આ પણ વાંચોઃકેરળના કાસરગોડમાં ફટાકડામાં આગ ફાટી નીકળતા 150થી વધુ ઘાયલ, 8ની સ્થિતિ ગંભીર
આ પણ વાંચોઃદિવાળીમાં ફટાકડાથી વીજળીની લાઈનમાં આગ લાગી જાય તો શું કરશો
આ પણ વાંચોઃગુજરાતમાં વધ્યા આગના બનાવો, નવા વર્ષમાં થયું મોટું નુકસાન