Gujarat Fire Tragedy News: પાટણમાં નવા વર્ષની વહેલી સવારે આગની ઘટના બની હતી. સુભાષચોક પાસે આવેલ જયવીર સિલેક્શનમાં આગ લાગતા માલનું મોટું નુકસાન થયું હતું. ફાયર બિગ્રેડની ટીમે ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી.

આજે નવા વર્ષમાં પાટણમાં વહેલી સવારે સુભાષચોક પાસે આવેલ જયવીર સિલેક્શનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગતા નજીકના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર વિભાગને ઘટનાની જાણ કરવામાં આવી હતી. લાશ્કરોએ ઝડપથી આગને બૂઝાવી કાબૂમાં લીધી હતી. જોકે, દુકાનનો તમામ સામાન બળીને રાખ થતા વેપારીને નુકસાન થયું હતું. આગને કાબૂમાં લેવાતા લોકોએ રાહતનો દમ લીધો હતો. આગ લાગ્યની જાણ થતા ઘટના સ્થળે લોકોની ભારે ભીડ જામી હતી.

રાજકોટના જસદણમાં લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. રોકેટ ઉડી આવતા ભંગારના ગોડાઉનમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવ્યું છે. આગ લાગતા ફાયર ફાઈટરની 2 ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ગોડાઉનમાં પ્લાસ્ટિકનો સામાન હોવાથી આગ વિકરાળ બની હતી અને ભંગારનો માલ બળીને ખાખ થયો હતો.

આ પણ વાંચોઃકેરળના કાસરગોડમાં ફટાકડામાં આગ ફાટી નીકળતા 150થી વધુ ઘાયલ, 8ની સ્થિતિ ગંભીર
આ પણ વાંચોઃદિવાળીમાં ફટાકડાથી વીજળીની લાઈનમાં આગ લાગી જાય તો શું કરશો
આ પણ વાંચોઃબેંગલુરુમાં સાત માળની બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ આગ લાગી, 20 શ્રમિકો ફસાયા, એકનું મોત
