fruade/ લગ્ને લગ્ને કુવારા પતિનો પત્નીએ જ ફોડ્યો ભાંડો, પછી થઇ જોવા જેવી…

શહેરના વસ્ત્રાપુર માં લગ્ને લગ્ને ફુવારા પતિનો પત્નીએ જ ભાંડો ફોડ્યો. પત્નીએ ખોટા ડોક્યુમેન્ટ બનાવી લગ્ન કર્યા હોવાનો પતિ પર આક્ષેપ કરીને ફરિયાદ નોંધાવી. 21 વર્ષના લગ્ન જીવનમાં આવ્યો નવો વળાક, કોણ છે એ બોગસ પતિ કે જેને અનેક યુવતીઓને જાળમાં ફસાવી છે. 

Ahmedabad Gujarat

@ભાવેશ રાજપુત – મંતવ્યન્યૂઝ – અમદાવાદ

શહેરના વસ્ત્રાપુર માં લગ્ને લગ્ને કુવારા પતિનો પત્નીએ જ ભાંડો ફોડ્યો. પત્નીએ ખોટા ડોક્યુમેન્ટ બનાવી લગ્ન કર્યા હોવાનો પતિ પર આક્ષેપ કરીને ફરિયાદ નોંધાવી. 21 વર્ષના લગ્ન જીવનમાં આવ્યો નવો વળાક, કોણ છે એ બોગસ પતિ કે જેને અનેક યુવતીઓને જાળમાં ફસાવી છે.

  • વસ્ત્રાપુર માં પત્નીએ પતિનો ફોડ્યો ભાંડો
  • 21 વર્ષ બાદ પતિનો અસલી ચહેરો આવ્યો સામે
  • ખોટા ડોક્યુમેન્ટથી કર્યા હતા લગ્ન
  • અન્ય ત્રણ યુવતીઓ સાથે પણ લગ્ન કર્યા હોવાનો આક્ષેપ

લગ્ને લગ્ને કુવારા એવી કહેવત તો સાભળવા મળી છે પણ હવે આ કહેવતને સાર્થક કરતો કિસ્સો અમદાવાદ ના વસ્ત્રાપુર પોલીસસ્ટેશન માં નોંધાયો છે. જેમાં પત્નીએ પતિ પર ત્રણ લગ્ન કર્યાના આક્ષેપની સાથે ખોટા ડોક્યુમેન્ટ બનાવીને 21 વર્ષ પહેલા પોતાની સાથે લગ્ન કર્યા હોવાની ફરિયાદ નોંધાવી. ઘટનાની વાત કરીએ તો વસ્ત્રાપુર માં રહેતા રાધાબહેન થાનકી એ પતિ રાજેશ ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, 14.12.1999 ના રોજ રાજેશ એ ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરીને તેની સાથે લગ્ન કર્યા.

21 વર્ષના લગ્ન જીવનમાં તેઓના બે સંતાન પણ છે. ટ્રાન્સપોર્ટ નો ધંધો કરતો રાજેશ અન્ય યુવતી સાથે પણ લગ્નનું પ્લાનિંગ કરી રહ્યો હતો. એ દરમિયાન એમપી ની ગરિમા નામની યુવતીને મેટ્રો મોનિયલ સાઇટ પર ખોટા ડોક્યુમેન્ટ પરથી લગ્ન કરવા સંપર્ક કર્યો.

યુવતીએ તપાસ કરતા રાજેશ અગાઉથી પરિણીત હોવાનું ખુલતા તેને લગ્ન કરવાનું ટાળ્યું અને રાજેશની પત્નીનો સંપર્ક કરી આ બાબતની જાણ કરી. રાધાબહેન એ તપાસ કરી તો પતિના બીજા બે લગ્નનો પણ ભાંડો ફૂટ્યો. જેથી મહિલાએ ફરિયાદ નોંધાવી.

પોલીસ તપાસમાં એવું સામે આવ્યું છે કે રાજેશ લગ્નના બે ત્રણ વર્ષ બાદ સતત ઘરની બહાર રહેતો હતો. ટ્રાન્સપોર્ટ ના વેપાર ના નામે તે અન્ય યુવતી સાથે લગ્નનું પ્લાનિંગ કરતો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત રાધા બહેને કરેલી તપાસમાં પતિ રાજેશ ના પર્સમાંથી રાહુલ દવે નામનું લાયસન્સ અને પાન કાર્ડ મળ્યું.

પ્રિયંકા રાહુલ દવે નામના ડોક્યુમેન્ટ મળ્યા છે. જે આધારે પોલીસ તપાસ કરી રહી છે. રાધાબહેને આ બાબતે પૂછતાં લિકર પરમિશન નું લાયસન્સ મેળવવા માટે આ ડોક્યુમેન્ટ તેની પાસે હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું. પરંતુ ગરિમા નામની એક યુવતીના ફોન કોલ એ પતિનો અસલી ચહેરો સામે આવ્યો.

હાલ પોલીસ તમામ પુરાવાનાં આધારે તપાસ કરી રહી છે. જેમાં આરોપી ઔરંગા બાદ તરફ ભાગ્યો હોવાની પોલીસે શંકા રાખી તે બાબતે તપાસ શરૂ કરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…