Election/ આપ ઉપાધ્યક્ષનો ચૂંટણી ટાંણે વીડિયો વાયરલ, કહ્યુ: ભાજપ-કોંગ્રેસ ધમકી આપે છે મતદારો ઓળખે

ઉત્તર ગુજરાતમાં તાજેતરમાં ડીસા ભાજપના ધારાસભ્યનો ધમકી આપતો વીડિયો સામે આવ્યા બાદ હવે પાટણના કોંગ્રેસી ધારાસભ્યનો વીડિયો સામે આવ્યો છે.

Gujarat Others

ઉત્તર ગુજરાતમાં તાજેતરમાં ડીસા ભાજપના ધારાસભ્યનો ધમકી આપતો વીડિયો સામે આવ્યા બાદ હવે પાટણના કોંગ્રેસી ધારાસભ્યનો વીડિયો સામે આવ્યો છે. આ બધાની વચ્ચે હવે આમ આદમી પાર્ટીની પ્રતિક્રિયા પણ સામે આવી છે. જેમાં પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષે ભાજપ-કોંગ્રેસ પર આક્ષેપ કરી કહ્યુ હતુ કે, મતદારોએ આવા ધારાસભ્યો અને પાર્ટીઓને ઓળખવાની જરૂર છે. આ સાથે તેમણે ઉમેર્યુ હતુ કે, બંને પાર્ટીઓ પાસે ધમકીઓ સિવાય બીજુ કંઇ નથી.

Election: અમરેલીમાં ભાજપની વિજય સંકલ્પ યાત્રા, શું ન.પા.ની ચૂંટણીમાં મનપા જેવો ઝલવો બતાવી શકશે BJP?

પાટણના કોંગ્રેસી ધારાસભ્ય કિરીટ પટેલે બાલીસણામાં પોતાના ભાષણ દરમ્યાન મોંઘવારી સહિતના મુદ્દે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. જે બાદમાં ધારાસભ્યએ ભાજપ સહિત પોલીસ પ્રશાસનને પણ જાહેરમંચ પરથી ચિમકી આપી હોવાનો વીડિયો વાયરલ થયો છે. કોઇના બાપની તાકાત હોય તો મારા એકપણ કાર્યકરને કંઇ થયુ તો હું બેઠો છુ તેવુ બોલતાં હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જે મામલે આપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરીએ જણાવ્યું હતુ કે, ભાજપ-કોંગ્રેસ દ્રારા ધમકીનો મારો ચલાવવામાં આવી રહ્યો હોઇ મતદારોએ તેમને ઓળખવાની જરૂર છે.

Gujarat: ખેડા-ચકલાસી પાસે બટાકાનાં ગોડાઉનમાં લાગી ભયંકર આગ

રાજકીય સૂત્રોએ જણાવ્યું હતુ કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં પ્રચારોમાં ધારાસભ્યો અને નેતાઓનાં બેફામ વાણી-વિલાસનો વીડિયો સામે આવતાં હોય છે. અગાઉ ડીસાનાં ભાજપી ધારાસભ્યે ભાજપનાં કાર્યકર કે સરકાર સામે કોઈ આંખ ઉઠાવશે તો આંખ ચીરી નાખવાની ધમકીભર્યો વીડિયો વાયરલ બાદ પાટણનાં કોંગ્રેસી ધારાસભ્યનો ચિમકી આપતો વીડિયો સામે આવ્યો છે. જેને લઇ હવે આમ આદમી પાર્ટીએ પણ પ્રતિક્રિયા આપતા બંને પાર્ટીઓ સામે ગંભીર આક્ષેપ કર્યા છે. જેને લઈ ચૂંટણી ટાંણે ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ