જ્યારે પણ રાંચીની વાત આવે એટલે ફેન્સ સૌ પ્રથમ ટીમ ઈન્ડિયાનાં પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની જ યદ કરે છે. ટીમ ઈન્ડિયાનાં પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની શુક્રવારે તમાડનાં દેવડી મંદિર પહોંચ્યા અને પ્રાર્થના કરી હતી. આ દરમિયાન ધોની કૂલ દેખાયો હતો. તે પોતાના હળવા સ્મિતથી સામાન્ય લોકોને વધાવતો રહ્યો. તેની સાથે મિત્રો પણ જોવા મળ્યા હતા.
Cricket / ટીમ ઈન્ડિયાનાં ઓલરાઉન્ડર ખેલાડી યુસુફ પઠાણે ક્રિકેટનાં તમામ ફોર્મેટમાંથી લીધો સંન્યાસ
ધોનીનાં આવવાનાં કારણે મંદિરમાં પહેલાથી જ સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે પણ ધોની રાંચીમાં હોય છે ત્યારે તે દેવડી મંદિર પ્રાર્થના કરવા જાય છે. ધોનીને કારણે તમાડનું દેવડી મંદિર પ્રખ્યાત છે. ધોની નાનપણથી જ આ મંદિરની મુલાકાતે આવતો રહ્યો છે. જણાવી દઇએ કે, આ મંદિર રાંચીથી થોડે દૂર તમાડમાં બનેલુ છે. મંદિરનાં મુખ્ય પુજારી પંડિત મનોજ પાંડા અને પંડિત નરસિંહ પાંડાએ તેમને વિધિ-વિધાન સાથે પૂજા-અર્ચના કરાવી હતી. ધોની લગભગ 22 મિનિટ સુધી મંદિરમાં રહ્યો.
Cricket / કોહલીએ ગુજરાતીમાં કર્યા અક્ષરનાં વખાણ, સાંભળી તમે પણ કહેશો વાહ ભાઈ વાહ!
ધોનીનાં મંદિર પહોંચ્યો, ત્યારે કતારમાં ભક્તો તેની ઝલક જોવા માટે દોડાદોડી કરતા જોવા મળ્યા હતા. માહિતી મળતાની સાથે જ તેમના ચાહકો મોટી સંખ્યામાં ત્યાં પહોંચવા લાગ્યા હતા. ઘણાએ ધોની સાથે સેલ્ફી લેવાનો પણ પ્રયાસ કર્યો હતો. ધોનીએ પણ તેના ચાહકોને નિરાશ કર્યા ન હોતા અને ઘણા ચાહકો સાથે તસવીરો લીધી હતી. કાર અને બાઇક સિવાય ધોની તેની સ્ટાઇલ સેન્સ અંગે ચર્ચામાં બની રહેત છે. માહી ઘણી વખત તેની શાનદાર હેરસ્ટાઇલને કારણે આકર્ષણનું કેન્દ્ર રહે છે. થોડા દિવસો પહેલા, ઘડિયાળ અને જૂતા ચર્ચામાં આવ્યા હતા. પાછલા દિવસોમાં તે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો, જ્યાં તેના ચાહકો તેની ઘડિયાળ અને જૂતાથી આકર્ષાયા હતા.
Cricket / અમદાવાદની પિચને લઇને આ શું બોલી ગયા યુવરાજ સિંહ?
તેણે પહેરેલી ઘડિયાળની કિંમત લગભગ 30 લાખ રૂપિયા છે. માહીએ પહેરેલી ઘડિયાળ એક સબમર્સિબલ મરિના મિલિટરી કાર્બોટેક (કાર્બન ફાઇબર) ઘડિયાળ છે. આ ઘડિયાળો ઇટાલિયન નૌકાદળનાં કમાન્ડો દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. ઇટાલિયન લક્ઝરી ઘડિયાળોનાં નિર્માતા પનેરાઈની આ ઘડિયાળ તેના પર રેડિયમ લાગેલુ છે. જે રાત્રે ચમકતી હોય છે. આખી ઘડિયાળ કાર્બન ફાઇબર ‘કાર્બોટેક’ ની બનેલી છે. ભારતમાં આ ઘડિયાળની કિંમત આશરે 30 લાખ રૂપિયા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
