ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર ધૂળ ચટાડવી કોઇ નાની બાબત નથી. ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા જેટલી સ્ટ્રોન્ગ છે તેટલો કોઇ અન્ય દેશ નથી. ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાનો ઇતિહાસ એકદમ જોવાલાયક રહ્યો છે, જેને હવે ટીમ ઈન્ડિયા ‘ભૂતકાળની વાત’ સાબિત કરી દીધી છે.
ટીમ ઈન્ડિયાએ સતત બે ટેસ્ટ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને પોતાની ક્ષમતા સાબિત કરી છે. આ જ કારણ છે કે દુનિયાભરનાં દિગ્ગજો હવે ટીમ ઈન્ડિયાને લઈને ખૂબ ગંભીર બની ગયા છે. ખાસ વાત એ છે કે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં કેપ્ટન વિરાટ કોહલી ફક્ત પહેલી મેચ જ રમી શક્યો હતો. આટલું જ નહીં, ટીમ ઈન્ડિયાનાં ઘણા વરિષ્ઠ ખેલાડીઓ ઈજાનાં કારણે મેચમાંથી આઉટ થયા હતા. જે બાદ ભારતીય ટીમ અજિંક્ય રહાણેની આગેવાની હેઠળની એક યુવાન ટીમ સાથે મેદાન પર ઉતરી હતી અને ઈતિહાસ રચ્યો, જે ખરેખરમાં પ્રશંસનીય છે.
https://twitter.com/ipskabra/status/1351552197289406465?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1351552197289406465%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.newsnationtv.com%2Fviral%2Fnews%2Fviral-video-of-a-australian-fan-says-vande-matram-and-bharat-mata-ki-jai-174713.html
ટીમ ઈન્ડિયાની જીત બાદ સોશિયલ મીડિયા પર ઘણા ફોટા અને વીડિયો વાયરલ થયા છે. આ કડીમાં, એક ઓસ્ટ્રેલિયન ચાહકનો વીડિયો પણ વાયરલ થયો છે. બ્રિસ્બેનમાં ટીમ ઈન્ડિયાની જીત બાદ ઓસ્ટ્રેલિયાનાં ચાહકો ‘વંદે માતરમ’ અને ‘ભારત માતા કી જય’ નાં નારા લગાવતા નજરે પડ્યા છે. ઓસ્ટ્રેલિયન ટીમની જર્સીમાં દેખાતો આ માણસ સ્ટેન્ડ્સમાં ઉભો છે અને ભારતનાં સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી રહ્યો છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
