Cricket/ ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી છે મોટી ટૂર્નામેન્ટનો પ્લેયર, વિરોધી ટીમમાં ફફડાટ

કેએલ રાહુલને જૂનમાં ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની T20I શ્રેણી માટે સુકાની તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ રાહુલની…

Top Stories Sports
Plater of Big Tournament

Plater of Big Tournament: ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર સ્કોટ સ્ટાઈરિસે સ્વીકાર્યું કે એશિયા કપ 2022 પહેલા કેએલ રાહુલની ભારતીય ટીમમાં વાપસી ટીમ માટે ઘણી સારી તક છે. તેણે રાહુલને સૌથી મોટા પ્લેટફોર્મ પર મેચ વિનર ગણાવ્યો છે. KL રાહુલ 25 મેના રોજ કોલકાતામાં IPL 2022 એલિમિનેટરમાં સામેલ થયા બાદથી ક્રિકેટથી દૂર છે. તેની ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ઈડન ગાર્ડન્સ ખાતે 14 રનથી હારી ગઈ હતી.

ત્યારબાદ કેએલ રાહુલને જૂનમાં ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની T20I શ્રેણી માટે સુકાની તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ રાહુલની ઈજાને કારણે તે જૂનમાં ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામેની T20I શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. જે બાદ કેએલ રાહુલે જર્મનીમાં ઈજાની સર્જરી કરાવી હતી, જેના કારણે તે ઈંગ્લેન્ડ પ્રવાસમાંથી પણ બહાર થઈ ગયો હતો. પરંતુ ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ નજીક આવી રહ્યો છે ત્યારે રાહુલ હવે રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં વાપસી કરવા માટે સંપૂર્ણ રીતે ફિટ છે.

‘સ્પોર્ટ્સ ઓવર ધ ટોપ’ શોમાં સ્ટાયરિસે કહ્યું, ‘કેએલ રાહુલને ટીમમાં રાખવાનો કદાચ સરળ નિર્ણય હતો, તમે જુઓ, ભારતીય ટીમ માટે મેનેજમેન્ટ અને પસંદગીકારો માટે તે કેટલું મૂલ્યવાન છે, કારણ કે તેને ઉપ-કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે. રાહુલના આવવાના કારણે વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશનને એશિયા કપની ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. મને લાગે છે કે તે ઈશાન કિશન માટે દુર્ભાગ્યપૂર્ણ છે, તેની પાસે રિષભ પંત જેવી ક્ષમતા છે, જે મને લાગે છે કે તેને ટીમમાં સામેલ કરવો જોઈએ.’

આ પણ વાંચો: Foundation Day/ શ્રાવણી પુનમ એટલે ગાંધી, સુદામા અને સુરખાબીનગરી પોરબંદરનો સ્થાપના દિવસ, આવો જાણીએ તેની ખાસિયતો…

આ પણ વાંચો: ઉજવણી/ વિવિધ સમાજની બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી કરી મંગલકામના અને આપ્યા શુભાશિષ

આ પણ વાંચો: Income tax raid/ મહારાષ્ટ્રમાં મળ્યો નોટોનો પહાડ | જાણો કઈ જગ્યાએ અને કેવી રીતે છુપાવ્યું હતું ધન