SCO Meeting/ PM મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની થઈ શકે છે આવતા મહિને મુલાકાત

ઉઝબેકિસ્તાનમાં આવતા મહિને પીએમ મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની મુલાકાત થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર SCO સમિટની બેઠકમાં આ બેઠક શક્ય છે.

Top Stories World
Modi-Sharif

ઉઝબેકિસ્તાનમાં આવતા મહિને પીએમ મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની મુલાકાત થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર SCO સમિટની બેઠકમાં આ બેઠક શક્ય છે. SCO એટલે કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની શિખર બેઠક 15-16 સપ્ટેમ્બરના રોજ ઉઝબેકિસ્તાનના સમરકંદમાં યોજાવાની છે.

માનવામાં આવે છે કે, પીએમ નરેન્દ્ર મોદી અને પાક પીએમ શાહબાઝ શરીફ આ બેઠકમાં ભાગ લેશે અને બંને SCO સમિટમાં મળી શકે છે. જોકે, બંને વચ્ચે ઔપચારિક મુલાકાત શક્ય નથી. પુલવામા આતંકી હુમલા બાદ બંને દેશોના પીએમ વચ્ચે કોઈ ઔપચારિક મુલાકાત થઈ નથી.

ભારત સ્પષ્ટપણે કહે છે કે આતંકવાદ અને મંત્રણા એક સાથે ન ચાલી શકે. આતંકવાદના મુદ્દે, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત રૂચિરા કંબોજે બુધવારે કહ્યું હતું કે, આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ ગુનાહિત ગેંગો અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બ્લેકલિસ્ટેડ હોવા છતાં પાડોશી દેશમાં સરકારી આતિથ્ય મેળવવાનો દેશને અનુભવ છે. તેનો સંદર્ભ ડી કંપનીના વડા દાઉદ ઈબ્રાહીમનો હતો, માનવામાં આવે છે કે દાઉદ ઈબ્રાહીમ પાકિસ્તાનમાં છે.

શી જિનપિંગ અને પુતિન પણ મળી શકે છે

સમરકંદમાં આ જ બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ હાજરી આપવાના છે. જો બંને આવશે તો આ બંને નેતાઓ સાથે પણ મુલાકાત થઈ શકે છે. રશિયા-યુક્રેન યુદ્ધ પછી પીએમ મોદી પુતિન અને ગાલવાન ઘાટીની ઘટના પછી શી જિનપિંગને મળ્યા નથી.

SCO સંગઠનમાં ભારત, રશિયા, ચીન, પાકિસ્તાન, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન અને કિર્ગિસ્તાન સહિત કુલ આઠ સભ્ય દેશો છે.

આ પણ વાંચો: હાર્ટ એટેકથી રાજુ શ્રીવાસ્તવની હાલત ખરાબ, ગઈકાલ કરતા આજે હાલત બગડી