Surat News/ સુમુલ ડેરી ચૂંટણીમાં ભાજપનો દબદબો, 16માંથી 15 બેઠકો જીતતા સ્પષ્ટ બહુમતી; મહુવામાં અપક્ષે સર્જ્યો અપસેટ

Sumul Dairy Election 2026માં ભાજપે 16માંથી 15 બેઠકો જીતી સ્પષ્ટ બહુમતી મેળવી. મહુવા બેઠક પર અપક્ષ ઉમેદવાર ધનંજય પટેલનો વિજય, કોંગ્રેસને એક પણ બેઠક નહીં.

Top Stories Gujarat Surat Breaking News
Sumul Dairy Election 2026: સુરત-તાપી સહકારી રાજકારણમાં ફરી ભાજપનું વર્ચસ્વ, કોંગ્રેસને ઝટકો

Surat News: સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ (સુમુલ ડેરી)ની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી (Sumul Dairy Election 2026)ના પરિણામો જાહેર થતાં સહકારી રાજકારણમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી (BJP)નું પ્રભુત્વ જોવા મળ્યું છે. કુલ 16 બેઠકોમાંથી 15 બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારોએ વિજય મેળવતાં સંસ્થામાં સ્પષ્ટ બહુમતી મેળવી છે. માત્ર એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા બનતા ચૂંટણીમાં એક મોટો રાજકીય અપસેટ નોંધાયો છે.

આ ચૂંટણીમાં કોંગ્રેસ (Congress)ને કોઈ બેઠક મળી નથી. ખાસ કરીને વ્યારા વિસ્તારમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ. તુષાર ચૌધરીના પ્રભાવક્ષેત્રમાં પણ પક્ષ સમર્થિત ઉમેદવારને જીત અપાવવામાં નિષ્ફળતા મળતા આ પરિણામ રાજકીય ચર્ચાનો વિષય બન્યું છે.

Sumul Dairy Election 2026: મહુવા બેઠક બની ચર્ચાનું કેન્દ્ર

ચૂંટણીનું સૌથી મોટું આકર્ષણ મહુવા તાલુકાની બેઠક રહી. અહીં અપક્ષ ઉમેદવાર ધનંજયભાઈ ડાહ્યાભાઈ પટેલે 33 મત મેળવી વિજય મેળવ્યો, જ્યારે ભાજપના સત્તાવાર ઉમેદવાર જીગર નાયકને 22 મત મળ્યા. આ જીત પાછળ સુમુલ ડેરીના પૂર્વ ચેરમેન માનસિંગ પટેલની ભૂમિકા અંગે સહકારી વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે.

સ્થાનિક સ્તરે ટિકિટ ફાળવણી અંગે અસંતોષ બાદ માનસિંગ પટેલે અપક્ષ ઉમેદવારને સમર્થન આપ્યું હોવાની ચર્ચા છે, જેના કારણે મહુવા બેઠક પર ભાજપને પરાજયનો સામનો કરવો પડ્યો.

કોંગ્રેસને એક પણ બેઠક નહીં

આ ચૂંટણી (Sumul Dairy Election 2026)માં કોંગ્રેસ સમર્થિત ઉમેદવારો એક પણ બેઠક જીતવામાં સફળ રહ્યા નથી. પરિણામે દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રમાં ભાજપનું સંગઠન વધુ મજબૂત બન્યું હોવાનું રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે.

7 બેઠકો પર બિનહરીફ વિજય

ચૂંટણી (Sumul Dairy Election 2026) પહેલાં જ 16માંથી 7 બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. તેમાં વાલોડ, ઉચ્છલ, બારડોલી, માંગરોળ, પલસાણા, ચોર્યાસી અને કામરેજ તાલુકાનો સમાવેશ થાય છે.

બાકીની 9 બેઠકો પર રસાકસી

બાકીની 9 બેઠકો પર મતદાન યોજાયું હતું. વ્યારા, નિઝર અને કુકરમુંડા જેવી બેઠકો પર માત્ર એક-એક મતના અંતરે વિજેતા નક્કી થયા હતા, જ્યારે સોનગઢ બેઠક પર સૌથી મોટો મતફેર નોંધાયો હતો.

તાલુકાવાર વિજેતાઓ

બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારો (ભાજપ)

વાલોડ – રાજકુમાર ઈશ્વરભાઈ આહીર

ઉચ્છલ – જાલમસિંગ નાથિયાભાઈ વસાવા

બારડોલી – અજીતભાઈ જગુભાઈ પટેલ

માંગરોળ – રાજેશભાઈ કાંતિભાઈ પાઠક

પલસાણા – ભરતસિંહ ગુમાનસિંહ સોલંકી

ચોર્યાસી – સંદીપભાઈ દેસાઈ

કામરેજ – બળવંતભાઈ મોરારભાઈ પટેલ

મતદાનથી ચૂંટાયેલા ઉમેદવારો

ઓલપાડ – ધનસુખભાઈ નાથુભાઈ પટેલ (ભાજપ)

માંડવી – રેશાભાઈ વસાભાઈ ચૌધરી (ભાજપ)

મહુવા – ધનંજયભાઈ ડાહ્યાભાઈ પટેલ (અપક્ષ)

ઉમરપાડા – અમિષકુમાર મણિલાલ વસાવા (ભાજપ)

નિઝર – યોગેશભાઈ ચુનીલાલભાઈ રાજપુત (ભાજપ)

કુકરમુંડા – સંજયભાઈ બબનભાઈ સુર્યવંશી (ભાજપ)

વ્યારા – હસમુખભાઈ ગોવિંદભાઈ ગામીત (ભાજપ)

સોનગઢ – કાંતિભાઈ રેશમાભાઈ ગામીત (ભાજપ)

ડોલવણ – શૈલેષભાઈ વિરસિંગભાઈ પટેલ (ભાજપ)


આ પણ વાંચો:સુમુલ ડેરી ચૂંટણી 2026: 9 બેઠકો પર મતદાન 15 જુલાઈએ, 17 જુલાઈએ પરિણામ; ભાજપે પ્રતિષ્ઠાનો જંગ બનાવ્યો

આ પણ વાંચો:સુમુલ ડેરી ચૂંટણીમાં ભાજપ સામે બળવો: જયેશ દેલાડે ‘સહકાર પેનલ’ જાહેર કરી, મેન્ડેટ પ્રથા સામે ઉઠાવ્યા સવાલ

આ પણ વાંચો:સુમુલ ડેરી ચૂંટણી પહેલા ભાજપનો દબદબો, 16માંથી 5 બેઠકો બિનહરીફ જીતી