Surat News: સુરતના વિધાનસભ્ય અરવિંદ લાડાણીએ બળાપો કાઢ્યો છે કે ભ્રષ્ટાચારી અધિકારીઓના લીધે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સહન કરવાનું આવે છે. અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચેની જિલ્લા સંકલન સમિતિમાં સુડા દ્વારા 82 એકમો સીલ મારવામાં આવતા અકળાયેલા ધારાસભ્યએ બેઠકમાં પસ્તાળ પાડી હતી. તેમના આરોપોના પગલે જિલ્લા કલેક્ટરે તરત જ આગામી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં સુડાના ચેરમેન એવા પાલિકા કમિશ્નરને હાજર રહેવા ફરમાન કર્યુ છે.
લોકસભા ચૂંટણી પછી આજે પ્રથમ વખત અઠવાલાઇન્સ જિલ્લા કલેક્ટર ખાતે ચૂંટાયેલા ધારાસભ્યો અને પ્રતિનિધિઓની જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં હાજર વિધાનસભ્યો દ્વારા વિવિધ સવાલો પૂછવામાં આવ્યા હતા. જ્યારે પૂર્વના વિધાનસભ્ય અરવિંદ રાણાએ સુડા સામે આક્ષેપો કર્યા હતા કે રાજકોટની ઘટના બાદ સુડા વિસ્તારમાં આવતી 82 જેટલી જ શૈક્ષણિક, ગેમિંગ, હોટેલ જેવી મિલકતો બીયુસી અને ફાયર એનઓસી ન હોવાના લીધે સીલ મારવામાં આવી હતી.
તેમણે જણાવ્યું હતું કે સુડામાં તો તમે સીલ માર્યા, પરંતુ આ સિવાયના વિસ્તારોમાં મંજૂરી વગર યુનિટો ચાલે છે તેની જવાબદારી કોણ નક્કી કરશે. તેના પગલાં કોણ લેશે. રાજ્ય સરકારે સુડાના વડા તરીકે સુરત મ્યુનિ. કમિશ્નર શાલિની અગ્રવાલની નિમણૂક કરી છે. તેઓને સુડા વિસ્તારમાં કોઈપણ પ્રકારના બાંધકામ પ્રવૃત્તિ પર ચાંપતી નજર રાખવાની સત્તા મળી છે. સુડાએ સીલ કરેલા 80 યુનિટ સિવાય બધી જ પ્રોપર્ટીમાં બી.યુ. પરમિશન છે, ફાયર એનઓસી છે. આ અંગેની બાંયધરી લેવાની રજૂઆત થતા અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા કલેક્ટર સૌરભ પારધીએ આગામી જિલ્લા કલેક્ટરની બેઠકમાં પાલિકા કમિશ્નરને હાજર રહેવા ફરમાન કર્યુ હતુ.
આ પણ વાંચો: રથયાત્રા માટે ભગવાનનાં વાઘા તૈયાર, જાણો ક્યારે મંદિરના પ્રાંગણમાં વાઘા મૂકાશે
આ પણ વાંચો: અમદાવાદમાં ઠગોએ સોનાની લૂંટ આદરી
આ પણ વાંચો: કેબિનેટ મિનિસ્ટર પાટીલે વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું કર્યું લોકાર્પણ
