Gandhinagar News: નવા મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રીઓ બનવાના પ્રબળ દાવેદાર જોઈએ તો તેમા ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા છે, તેઓ જૂના જોગી છે. તેઓ જૂની કેબિનેટમાં પણ હતા. આ ઉપરાંત અર્જુન મોઢવાડિયા, જીતુ વાઘાણી પણ કેબિનેટ મંત્રી બની શકે છે. તેમની સાથે-સાથે પ્રદ્યુમ્નસિંહ વાજા અને દર્શના વાઘેલાને પણ કેબિનેટ મંત્રી બનાવવામાં આવી શકે છે. જૂનામાંથી દસ મંત્રીઓ કપાયા છે.
નવા વર્ષે દાદાનું નવું મંત્રીમડળ જોવા મળશે, મહાત્મા મંદિર ખાતે નેતાઓનો અને કાર્યકરોનો જમાવડો થયો છે. તેમાં અર્જુન મોઢવાડિયા, જીતુ વાઘાણી, હર્ષ સંઘવીએ, કુંવરજી બાવળિયાએ કેબિનેટ પ્રધાન તરીકે શપથ લેશે. આ ઉપરાંત પ્રફુલ પાનશેરિયા પણ કેબિનેટ મંત્રી બનશે. ઋષિકેશ પટેલ અને કનુદેસાઈને પણ કેબિનેટ મંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. ગુજરાતને હર્ષ સંઘવીના સ્વરૂપમાં નાયબ મુખ્યમંત્રી મળ્યા છે. હર્ષ સંઘવીએ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેમના પછી જીતુભાઈ વાઘાણી, નરેશ પટેલે કેબિનેટ મંત્રી પદના શપથ લીધા છે. અર્જુન મોઢવાડિયા, પછી રમણભાઈ સોલંકીએ પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. મનીષા વકીલ, પ્રફુલ પાનસેરિયા અને ઇશ્વરસિંહ ઠાકોરે સ્વતંત્ર હવાલો સંભાળનારા પ્રધાન તરીકે શપથ લીધા.
આ સિવાયના કેબિનેટ પદના પ્રબળ દાવેદારોમાં જોઈએ તો રમણભાઈ સોલંકી અને હર્ષ સંઘવીને પણ કેબિનેટ મંત્રી બનાવી શકાય છે. હર્ષ સંઘવી અગાઉની કેબિનેટમાં ગૃહરાજ્યમંત્રી હતા. આમ તેમનું કેબિનેટ મંત્રી તરીકે પ્રમોશન થઈ શકે છે.
કનુભાઈ દેસાઈ અને દક્ષિણ ગુજરાતના ધારાસભ્ય નરેશ પટેલ પણ કેબિનેટ મંત્રી બની શકે છે અને તેની સાથે કૌશિક વેકરિયાને પણ દાદાની કેબિનેટમાં મંત્રી બનાવવામાં આવી શકે છે.
મુખ્યમંત્રી સહિત નવા મંત્રીમંડળમાં આઠ પાટીદાર, આઠ ઓબીસી, ત્રણ એસસી અને ચાર એસટીનો સમાવેશ થાય છે. ત્રણ મહિલાઓ પણ શપથ લેશે. ગુજરાતના કેબિનેટમાં સંભવતઃ પહેલી વખત ત્રણ મહિલાઓનો સ્થાન મળ્યું છે. આમ હવે ગુજરાતના રાજકારણમાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે. આ યાદીમાં એક સમયે નિશ્ચિત મનાતા જયેશ રાદડિયા અને અલ્પેશ ઠાકોર, શંકર ચૌધરી જેવા મોટા નામોની બાદબાકી આશ્ચર્યજનક છે.
મુખ્યમંત્રી સહિત નવા મંત્રીમંડળમાં આઠ પાટીદાર, આઠ ઓબીસી, ત્રણ એસસી અને ચાર એસટીનો સમાવેશ થાય છે. ત્રણ મહિલાઓ પણ શપથ લેશે. ગુજરાતના કેબિનેટમાં સંભવતઃ પહેલી વખત ત્રણ મહિલાઓનો સ્થાન મળ્યું છે. આમ હવે ગુજરાતના રાજકારણમાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે. આ યાદીમાં એક સમયે નિશ્ચિત મનાતા જયેશ રાદડિયા અને અલ્પેશ ઠાકોર, શંકર ચૌધરી જેવા મોટા નામોની બાદબાકી આશ્ચર્યજનક છે.
ગુજરાતમાં સીએમ ભુપેન્દ્ર પટેલ સહિત 26 સભ્યનું નવું મંત્રીમંડળ બન્યું છે. મંત્રીમંડળની સંરચનામાં જોઈએ તો સીએમ સહિત પાટીદાર સમાજના 8 મંત્રી ઓબીસી સમાજના 7 મંત્રી, આદિવાસી સમાજના ચાર મંત્રી, અનુસૂચિત જાતિના ત્રણ મંત્રી, ક્ષત્રિય સમાજના બે મંત્રી, જૈન અને બ્રાહ્મણ સમાજમાંથી એક-એક મંત્રી નીમીને જ્ઞાતિગત સમીકરણ સાચવી લેવાયું છે. રીવાબાને કેબિનેટમાં સ્થાન મળતા શપથવિધિ નિમિત્તે રવિન્દ્ર જાડેજા મહાત્મા મંદિર પહોંચ્યો હતો.
આ પણ વાંચો:ભાજપના દર આઠમાં ધારાસભ્યે એકને મળશે મંત્રીપદ, ભાજપનું માસ્ટર પ્લાનીંગ જાણો
આ પણ વાંચો:મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બેઠકમાં મંત્રીઓના રાજીનામા સ્વીકારવામાં આવ્યા
આ પણ વાંચો:અડધા મંત્રીઓને વિદાય, નાયબ મુખ્યમંત્રીની રેસમાં સંઘવી અને હળપતિ
