Not Set/ ઈસરો આજે લોન્ચ કરશે Gsat-7A સેટેલાઈટ, વાયુસેના માટે બનશે ઉપયોગી

શ્રીહરિકોટા, ભારતીય સ્પેસ એજન્સી ઈસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન) દ્વારા અંતરિક્ષના ક્ષેત્રમાં ડંકો વગાડવમાં આવી રહ્યો છે, ત્યારે હવે બુધવાર વધુ એકવાર સ્પેસમાં પોતાનું પગલું માંડશે. ઈસરો દ્વારા Gsat-7A સેટેલાઈટ લોન્ચ કરવામાં આવશે.  વાયુસેના માટે બનશે ઉપયોગી Gsat-7Aની વાત કરવામાં આવે તો તે ગ્રાઉન્ડ રડાર સ્ટેશન, એયરબેસ અને AWACS એયરક્રાફ્ટને ઇન્ટરલિંક કરવામાં મદદરૂપ થશે. આ […]

Top Stories India Trending

શ્રીહરિકોટા,

ભારતીય સ્પેસ એજન્સી ઈસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન) દ્વારા અંતરિક્ષના ક્ષેત્રમાં ડંકો વગાડવમાં આવી રહ્યો છે, ત્યારે હવે બુધવાર વધુ એકવાર સ્પેસમાં પોતાનું પગલું માંડશે. ઈસરો દ્વારા Gsat-7A સેટેલાઈટ લોન્ચ કરવામાં આવશે.

 વાયુસેના માટે બનશે ઉપયોગી

Gsat-7Aની વાત કરવામાં આવે તો તે ગ્રાઉન્ડ રડાર સ્ટેશન, એયરબેસ અને AWACS એયરક્રાફ્ટને ઇન્ટરલિંક કરવામાં મદદરૂપ થશે. આ ઉપરાંત આ સેટેલાઈટથી ડ્રોન ઓપરેશન, માનવરહિત એરિયલ વ્હીકલ (UAV)મી તાકાત પણ વધશે. આ ઉપગ્રહ ભારતીય વાયુસેના માટે ખુબ ઉપયોગી બતાવવામાં આવી રહ્યો છે.

આ સેટેલાઈટના લોન્ચિંગ સાથે જ ભારત દુનિયાના એ દેશોમાં સુમાર થશે જેઓ પાસે પોતાની સેના માટે સેટેલાઈટ લોન્ચ કરી ચુક્યા છે. અત્યારસુધીમાં અમેરિકા, રશિયા અને ચીન જેવા દેશોએ જ આ પ્રકારના સેટેલાઈટ સેના માટે લોન્ચ કર્યા છે.

આ પહેલા પણ ઈસરો દ્વારા ભારતીય નૌસેના માટે રુકમણી નામનો સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યો છે.

આઠ વર્ષ માટે કામ કરશે આ સેટેલાઈટ

Gsat-7A નું નિર્માણ ઈસરો દ્વારા કરવામાં આવ્યું છે અને આ સેટેલાઈટ આગામી ૮ વર્ષ માટે કામ કરશે. આ સેટેલાઈટ ભારતીય ક્ષેત્રમાં કેયુ-બેન્ડના યુઝર્સને કોમ્યુનિકેશનની ક્ષમતાઓ પૂરી પાડશે.

ઈસરો દ્વારા જણાવ્યા અનુસાર, લોન્ચ થયાના ૧૯ મિનિટ બાદ જ, GSLV રોકેટ ૨,૨૫૦ કિગ્રાના Gsat-7A ને જિયોસ્ટેટિક પ્રસારિત ભ્રમણકક્ષા (GTO)માં લઈ જશે.