શપથ ગ્રહણ સમારોહ/ ભાજપની નવી સરકાર આ તારીખે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શપથવિધિ ગ્રહણ કરશે!

હવે આ મતગણતરીમાં થઇ રહેલા રાઉન્ડ જીતમાં તબદીલ થશે તો ભાજપ ઐતિહાસિક બેઠકો સાથે સત્તા પર બેસશે.

Gujarat Gujarat Assembly Election 2022
  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઇ શકે શપથવિધિ
  • ગુજરાતમાં ભાજપ 150+ સીટ પર આગળ
  • ગુજરાતમાં ભાજપનો દબદબો યથાવત
  • ભાજપ શાસિત રાજ્યોના CM રહેશે હાજર
  • 11મી જાન્યુઆરીએ નવા મંત્રીમંડળની થશે શપથવિધિ
  • વડાપ્રધાન મોદી પણ કાર્યક્રમમાં રહી શકે છે હાજર

ગુજરાતમાં ભાજપ ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહી છે, ભાજપ 150 બેઠકો પર આગળ નીકળી ગઇ છે, હવે આ મતગણતરીમાં થઇ રહેલા રાઉન્ડ જીતમાં તબદીલ થશે તો ભાજપ ઐતિહાસિક બેઠકો સાથે સત્તા પર બેસશે. ભાજપની ઐતિહાસિક જીત વધી રહી છે, આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને સૈાથી વધારે નુકશાન પહોંચાડ્યું છે, ભાજપ પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવશે. 150 બેઠકો પર જીત હાંસિલ કરવા તરફ આગળ વધી રહી છે. એવામાં ભાજપની નવી સરકાર 11 મી જાન્યુઆરીના રોજ નવા મંત્રીમંડળ સાથે શપથ ગ્રહણ કરશે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી  આ શપથ વિધિમાં હાજર રહેશે. આ ઉપારંત ભાજપ શાસિત પ્રદેશોના મુખ્યમંત્રી પણ હાજર રહેશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં મતગણતરી ચાલી રહી છે. ભાજપ હાલ 150+ બેઠકો પર લીડ ધરાવે છે અને સતત સાતમી વાર રાજ્યમાં પોતાની સરકાર બનાવશે. ત્યારે સરકાર સાથેના સૂત્રોએ જણાવ્યું છે કે, ગુજરાત સરકારનો શપથવિધિ સમારોહ 11મી  ડિસેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. આ અવસરે PM નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે.

કોંગ્રેસના  મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનાે રોકર્ડ તોડવા તરફ ભાજપ આગળ વધી રહી છે, હાલમાં 154 બે્ઠકો પર ભાજપ આગળ છે.