Mehsana News: મહેસાણા મહાનગરપાલિકા (Mehsana Municipal Corporation)માં ચા-નાસ્તા અને ભોજનના ખર્ચને લઈને વિવાદ ઊભો થયો છે. ચા-નાસ્તા માટે મંજૂર કરાયેલા અંદાજિત ₹5 લાખના બજેટ સામે આશરે ₹12 લાખનો ખર્ચ થયો હોવાના આક્ષેપો સામે આવતા સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ મુદ્દે નાગરિકો અને વિપક્ષ દ્વારા ખર્ચની પારદર્શક તપાસ કરવાની માંગ કરવામાં આવી રહી છે.
Mehsana Municipal Corporation: 5 લાખના સામે 12 લાખના ચા-નાસ્તા-ભોજન ઝાપટયા
મળતી માહિતી મુજબ, ચા-નાસ્તા અને ભોજન માટે નક્કી કરાયેલા બજેટ કરતાં નોંધપાત્ર વધુ ખર્ચ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સાથે જ ગીતાંજલિ ડેકોરેટર્સ એન્ડ સપ્લાયર્સ (Geetanjali Decorators) નામની એજન્સીને નિયમો વિરુદ્ધ વારંવાર એક્સટેન્શન આપવામાં આવ્યું હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે.
આક્ષેપો અનુસાર, એજન્સીને કયા નિયમો અને પ્રક્રિયાના આધારે મુદતવધારો આપવામાં આવ્યો તેની સ્પષ્ટતા હજુ સુધી સામે આવી નથી. જેના કારણે સમગ્ર પ્રક્રિયાની પારદર્શિતા અંગે સવાલો ઊભા થયા છે. સાથે જ એજન્સીને ચૂકવાયેલા બિલોની સ્વતંત્ર તપાસ કરવાની માંગ પણ જોર પકડી રહી છે.
સ્થાનિક સ્તરે આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. જાગૃત નાગરિકો અને વિપક્ષનું કહેવું છે કે જો જાહેર નાણાંનો ઉપયોગ થયો હોય તો સમગ્ર ખર્ચની ઓડિટ અને જવાબદારી નક્કી થવી જોઈએ. બીજી તરફ, આ મુદ્દે મહેસાણા મહાનગરપાલિકા તરફથી સત્તાવાર સ્પષ્ટતા અથવા પ્રતિક્રિયા સામે આવી નથી.
હાલ સમગ્ર મામલે કોઈ સત્તાવાર તપાસની જાહેરાત થઈ નથી. જોકે, આક્ષેપોને લઈને જાહેર જીવનમાં પારદર્શિતા અને જવાબદારી અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે.
આ પણ વાંચો:મહેસાણામાં મહાનગરપાલિકાનો ચૂંટણી જંગ લોહિયાળ બન્યો, ભાજપ ઉમેદવારના ભાણાની કરપીણ હત્યા
આ પણ વાંચો:મહેસાણા મનપાના નવા મેયર તરીકે ભાજપના સોનલ ઓઝાની પસંદગી
