Not Set/ મહિલા વિશ્વ કપ : રોમાંચક મુકાબલામાં ભારતના હાથમાં આવેલી બાજી નીકળી ગઇ

ICC મહિલા વિશ્વ કપના ફાઈનલ મુકાબલામાં ઇંગ્લેન્ડે ભારતને પરાજય આપ્યો છે..રોમાંચક મુકાબલામાં ઈંગ્લેન્ડે ભારતને 9 રને હરાવી ચોથી વખત મહિલા વર્લ્ડકપ જીત્યો છે. મેચમાં એક સમયે ભારત આસાનીથી જીતની નજીક પહોચી ગયું હતું પરંતુ અચાનક હાથમાં આવેલી બાજી નીકળી ગઇ હતી. ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 228 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 48.4 […]

Sports

ICC મહિલા વિશ્વ કપના ફાઈનલ મુકાબલામાં ઇંગ્લેન્ડે ભારતને પરાજય આપ્યો છે..રોમાંચક મુકાબલામાં ઈંગ્લેન્ડે ભારતને 9 રને હરાવી ચોથી વખત મહિલા વર્લ્ડકપ જીત્યો છે. મેચમાં એક સમયે ભારત આસાનીથી જીતની નજીક પહોચી ગયું હતું પરંતુ અચાનક હાથમાં આવેલી બાજી નીકળી ગઇ હતી. ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 228 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 48.4 ઓવરમાં 219 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.એક સમયે ભારત જીતની નજીક આગળ વધી રહી હતી પરંતુ 43મી ઓવરમાં પૂનમ રાઉતની વિકેટ પડતા જ ટીમ ઇન્ડિયાની સતત વિકેટ પડતી રહી હતી. ઇંગ્લેન્ડ તરફથી શ્રબસોલેએ સૌથી વધુ 6 વિકેટ ઝડપી હતી. અન્યા શ્રબસોલેને પ્લેયર ઓફ ધ મેચ અને બેઉમોન્ટને પ્લેયર ઓફ ધ સીરિઝ જાહેર કરવામાં આવી હતી. ભારત તરફથી પૂનમ રાઉતે સૌથી વધુ 86 રન બનાવ્યા હતા. પૂનમ રાઉત શ્રબસોલેની બોલ પર એલબી આઉટ થઇ હતી. તે રિવ્યૂ લેવા માંગતી હતી પરંતુ સમય નીકળી જતા અમ્પાયરે તેનો નિર્ણય નકારી દીધો હતો.પૂનમે પોતાની ઇનિંગ દરમિયાન ચાર ફોર અને 1 સિક્સર ફટકારી હતી. જ્યારે હરમનપ્રિત કૌરે 51 રન બનાવ્યા હતા. પૂનમ અને હરમન પ્રિત કૌર વચ્ચે ત્રીજી વિકેટ માટે 95 રનની ભાગીદારી થઇ હતી. ઇંગ્લેન્ડે 50 ઓવરમાં 7 વિકેટે 228 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી સ્કાઇવરે સૌથી વધુ 51 રન જ્યારે સારા ટેલરે 45 અને બ્રંટે 34 રન બનાવ્યા હતા. ભારત તરફથી ઝૂલન ગોસ્વામીએ સૌથી વધુ 3 જ્યારે પુનમ યાદવને 2 સફળતા મળી હતી. ત્યારબાદ બ્યૂમોન્ટ 23 રને પુનમ યાદવની ઓવરમાં ઝુલન ગોસ્વામીને કેચ આપી બેઠી હતી. નતાલી 1 રને આઉટ થઇ હતી. સારા ટેલર 45 રને ઝુલન ગોસ્વામીની ઓવરમાં વિકેટ કીપર વર્માને કેચ આપી બેઠી હતી. ત્યારબાદ વિલ્સન શૂન્ય રને આઉટ થઇ હતી.મહત્વનું છે કે આ પહેલા ઇંગ્લેન્ડની ટીમ 1973,1993 અને 2009 નો વર્લ્ડકપનો ખિતાબ જીતી ચુકી છે.