IND vs SL/ શ્રીલંકા સામેની T20 સિરીઝમાં વિરાટ કોહલી નહીં રમે? રવિન્દ્ર જાડેજાની વાપસી ફાઇનલ

વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 સીરીઝ બાદ ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે હોમ સીરીઝ રમશે. શ્રીલંકાની ટીમ ભારતમાં ત્રણ મેચની T20 અને બે મેચની ટેસ્ટ શ્રેણી રમશે

Sports

વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 સીરીઝ બાદ ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે હોમ સીરીઝ રમશે. શ્રીલંકાની ટીમ ભારતમાં ત્રણ મેચની T20 અને બે મેચની ટેસ્ટ શ્રેણી રમશે. રિપોર્ટ અનુસાર પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી શ્રીલંકા સામેની ટી-20 સિરીઝમાં ભાગ નહીં લે. જયારે સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર ઝેડજા આ શ્રેણીમાંથી મેદાનમાં પરત ફરશે.

એક અહેવાલ પ્રમાણે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજામાંથી સાજો થઈ ગયો છે. તે 24 ફેબ્રુઆરીથી શરૂ થનારી T20 શ્રેણીના ચાર મહિના પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરશે. રવીન્દ્ર જાડેજા નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં લાંબા સમય સુધી રિહેબમાંથી પસાર થયા બાદ લખનૌ પહોંચી ગયો છે. અહીં તે ક્વોરેન્ટાઈનમાં છે. તમને જણાવી દઈએ કે શ્રીલંકા વિરૂદ્ધ T20 સીરીઝની પ્રથમ મેચ 24 ફેબ્રુઆરીએ લખનઉમાં જ રમાવાની છે.

જાડેજાને નવેમ્બરમાં ઈજા થઈ હતીr

ઉલ્લેખનીય છે તે, રવિન્દ્ર જાડેજા નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી પ્રથમ ટેસ્ટ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી તે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ ચૂકી ગયો. તે જ સમયે, વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ રહેલી વર્તમાન મર્યાદિત ઓવરોની શ્રેણી માટે પણ તેની પસંદગી કરવામાં આવી ન હતી.

વિરાટ કોહલીને આરામ મળી શકે છે

ભારતનો શ્રીલંકા પ્રવાસ 24 ફેબ્રુઆરીએ પ્રથમ T20થી શરૂ થશે. આ પછી આગામી બે મેચ ધર્મશાળામાં રમાશે. આ બંને મેચ 26 અને 27 ફેબ્રુઆરીએ રમાશે. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને ટી-20 શ્રેણીમાં આરામ આપવામાં આવી શકે છે. જોકે, તે ટેસ્ટ શ્રેણીમાં ભાગ લેશે.