Not Set/ સકીબુલ ગનીએ રચ્યો ઈતિહાસ, ડેબ્યૂમાં ત્રેવડી સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો

રણજી ટ્રોફી 2022નો આજે બીજો દિવસ છે. આજે બિહારના મિડલ ઓર્ડર બેટ્સમેન સકીબુલ ગનીએ ઈતિહાસ રચ્યો હતો. તે ડેબ્યૂ ફર્સ્ટ ક્લાસ મેચમાં ત્રેવડી સદી ફટકારનાર વિશ્વના પ્રથમ બેટ્સમેન બની ગયા છે

Sports

રણજી ટ્રોફી 2022નો આજે બીજો દિવસ છે. આજે બિહારના મિડલ ઓર્ડર બેટ્સમેન સકીબુલ ગનીએ ઈતિહાસ રચ્યો હતો. તે ડેબ્યૂ ફર્સ્ટ ક્લાસ મેચમાં ત્રેવડી સદી ફટકારનાર વિશ્વના પ્રથમ બેટ્સમેન બની ગયા છે.

કોલકાતામાં મિઝોરમ સામે રમાઈ રહેલી મેચમાં બિહારના સકીબુલ ગનીએ 405 બોલમાં 341 રનની ઐતિહાસિક ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેમને 56 ચોગ્ગા અને બે છગ્ગા માર્યા હતા.

આ પહેલા આ રેકોર્ડ અજય રાજકુમાર રોહેરાના નામે હતો

22 વર્ષીય સકીબુલ ગની ઈકબાલ અબ્દુલ્લાના બોલ પર કેચ આઉટ થયો હતો. આ પહેલા ફુલ ક્લાસ ડેબ્યૂમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ અજય રાજકુમાર રોહેરાના નામે હતો. તેમણે પોતાની પ્રથમ મેચમાં 267 રન બનાવ્યા હતા.

ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂમાં સૌથી વધુ રન

341 સકીબુલ ગની (2022)

267* અજય રોહેરા (2018)260

અમોલ મુઝુમદાર (1994)

256* બહિર શાહ (2017)

240 એરિક માર્ક્સ (1920)

બબલુ કુમારે બેવડી સદી ફટકારી હતી

બિહાર તરફથી સકીબુલ ગની ઉપરાંત બબલુ કુમારે બેવડી સદી ફટકારી હતી. બબલુ 398 બોલમાં 229 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. બિહારે માત્ર 71 રનમાં પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી સકીબુલ અને બબલુ વચ્ચે 399 રનની ભાગીદારી થઈ હતી. બિહારે પાંચ વિકેટે 686 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો.