રવિન્દ્ર જાડેજા અને સંજય માંજરેકર વચ્ચેનો વિવાદ ઘણો જૂનો છે. આ બંને એક બીજા પર કોઈ શાબ્દિક હુમલો કરવાનું ચૂકતા નથી. હવે ફરી એકવાર જાડેજાએ કેટલાક જબરદસ્ત ઘટસ્ફોટ કર્યા઼ છે. ભૂતકાળની વાત કરીએ તો 2019 ની વનડે વર્લ્ડ કપ સેમીફાઇનલમાં જેમાં રવિન્દ્ર જાડેજાએ શાનદાર બેટિંગ કરી હતી અને તેની અર્ધસદી પૂર્ણ કર્યા પછી જોરશોરથી ઉજવણી કરી હતી. જાડેજાએ કહ્યું કે, પોતાની અર્ધસદી પૂર્ણ કર્યા પછી, તેમણે પોતાની ઉજવણીની વિશે કહ્યું કે, હું કોમેન્ટરી બોક્સ શોધી રહ્યો હતો ત્યારે મેં વિચાર્યું કે, ક્યાંક હોવું જ જોઇએ અને જે જાણતા હશે તેઓએ સમજી લીધું હશે કે મેં કોની વાત કરી છે.
જાડેજાએ કહ્યું કે, તે સમયે ભટ્ટા ગરમ હતા, એટલે કે જમીન પરનું વાતાવરણ એવું હતું કે હું કોમેન્ટરી બોક્સ શોધી રહ્યો હતો. , આ મેચ પહેલા સંજય માંજરેકરે જાડેજા વિશે મોટી વાત કરી હતી કે જાડેજાને ટુકડાઓમાં પરફોર્મ કરનાર ખેલાડી તરીકે વર્ણવ્યો હતો. માંજરેકરના આ નિવેદન પછી જાડેજાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે,મે તમારાથી બે ગણી વધારે મેચો રમી છે.અને હજીપણ રમી રહ્યો છું જેણે પ્રાપ્ત કર્યું છે તેનો સન્માન કરવું જોઇએ અથવા બકવાસ બંધ કરવી જોઇએ.
જાડેજાએ ન્યુઝીલેન્ડ સામેની સેમિ ફાઇનલ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 77 રન રમીને ટીમને જીત અપાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો, પરંતુ ટીમ ઈન્ડિયા હારી હતી જાડેજાએ પણ આ મેચમાં 10 ઓવરમાં 34 રન આપીને વિકેટ લીધી હતી. આ મેચમાં ન્યુઝીલેન્ડે 239 રન બનાવ્યા હતા, પરંતુ ટીમ ઈન્ડિયા 221 રન બનાવવામાં સફળ રહી હતી અને ભારતને 18 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.જાડેજાની ટુર્નામેન્ટ મામલે ખુબ પ્રશંસા થઇ હતી.
