ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની શુક્રવારે જેએસસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં નેટ્સમાં પ્રેક્ટિસ કરતા જોવા મળ્યો હતો. આ વર્ષે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં આઇસીસી વર્લ્ડ કપ બાદ ધોનીએ વિરામ લીધો હતો અને હવે લાગે છે કે તેણે ક્રિકેટમાં પાછા ફરવાનું મન બનાવી લીધું છે.
![]()
ભારત માટે, ધોની છેલ્લે ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ઉતર્યો હતો. ત્યારથી, સિલેક્ટરોએ 2020 માં યોજાનારા ટી20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ધોનીની જગ્યાએ યંગ રિષભ પંતને તક આપી છે. મુખ્ય સિલેક્ટર એમએસકે પ્રસાદે પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે આવતા વર્ષે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને તેઓ પંત અને સંજુ સેમસન જેવા યુવા વિકેટકીપર-બેટ્સમેનને તક આપશે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફરવાના મુદ્દે ધોનીએ હજી સુધી કોઈ નિવેદન આપ્યું નથી, પરંતુ નેટ્સમાં પ્રેક્ટિસ કરતી વખતે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે, જેને લઇને તેના ફેનની આશા જીવંત થઇ છે કે ધોની એકવાર ફરી ટીમ ઈન્ડિયાનો હિસ્સો બની શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
