Not Set/ મોરબીમાં આગામી 28 તારીખે જીવતા સમાધી! શું શક્ય બનશે? કોણે કરી છે જાહેરાત?

વિશ્વ આજે એકવીસમી સદીમાં જીવતું થઈ ગયું છે, ટેકનોલોજીએ હરણફાળ પ્રગતિ સાધી છે, માણસ વિચારે એના કરતાં વધુ ઝડપથી ટેકનોલોજીનો વિકાસ થઇ રહ્યો છે. ત્યારે જો આ સમયમાં કહેવામાં આવે કે માણસ જીવતા સમાધિ લેશે, તો એ હકીકત ન લાગે. પરંતુ આવો જ એક કિસ્સો મોરબીમાં આગામી સમયમાં થવા જઇ રહ્યો છે. મોરબી જીલ્લાનું પીપળીયા […]

Top Stories Gujarat Others

વિશ્વ આજે એકવીસમી સદીમાં જીવતું થઈ ગયું છે, ટેકનોલોજીએ હરણફાળ પ્રગતિ સાધી છે, માણસ વિચારે એના કરતાં વધુ ઝડપથી ટેકનોલોજીનો વિકાસ થઇ રહ્યો છે. ત્યારે જો આ સમયમાં કહેવામાં આવે કે માણસ જીવતા સમાધિ લેશે, તો એ હકીકત ન લાગે. પરંતુ આવો જ એક કિસ્સો મોરબીમાં આગામી સમયમાં થવા જઇ રહ્યો છે.

મોરબી જીલ્લાનું પીપળીયા ગામમાં રહેતા મુછડીયા કાંતિલાલ કે જેઓના જણાવ્યા મુજબ આગામી 28 તારીખે, તેઓ જીવતા સમાધી લેવાના છે. શું આજના આ આધુનિક સમયમાં આ શક્ય છે? પરંતુ તેમનો દ્રઢ નિશ્ચય બતાવે છે કે તેઓ પોતાના આ નિર્ણય પર અડગ છે. પોતાના જીવતા સમાધી લેવાના પાછળ તેઓ પોતે જ જવાબદાર છે. અને કોઈના કહેવાથી કે, ઉશ્કેરાટથી આ નિર્ણય નથી લીધો.

તેમના કહેવા પ્રમાણે તેમના 450 વર્ષ પહેલા પરદાદાએ તેમની ઘણાં સમય પહેલા પોતે કોઈ અસાધ્ય રોગથી પીડાતા હતાં ઘણાં વૈદ, હકીમો, ડોક્ટર તેમજ ભુવાને બતાવ્યું. પરંતુ તેના રોગનું કોઈ નિરાકરણ થતું નહોતું. અને તે મૃત્યુની સમીપ પહોંચ્યા, બાળકો નાનાં હોવાથી તેની ચિંતા વધુ હતી, ત્યારે આ તેમના પરદાદા નોંધાણાસાહેબે તેમને સપનામાં આવી કીધું કે, હું તને જે રસ્તો બતાવું તે મારા રસ્તે ચાલ હું તને જીવતદાન આપીશ. પરંતુ તે માટે તારે બધા વ્યસનોને તિલાંજલિ આપવી પડશે. અને ધર્મ ભક્તિના માર્ગે ચાલવું પડશે. હું કહું એટલે તારે જીવન છોડી મારી પાસે આવવું પડશે, માટે મેં તેમની વાત માની ધર્મનો રસ્તો પકડ્યો અને વ્યસનો છોડી દીધા અમારા આ દાદાના પરચા પણ બહુ છે. આ પરદાદા નોંધાણાસાહેબે હડકવા, ટીબી તેમજ કેન્સર જેવા અસાધ્ય રોગ મટાડે છ. તે જાગતો પુરુષ છે. કોઈપણ ને કુતરુ કરડે તો તેને હડકાઈ મટાડે છે, જે દાદાની અસીમ કૃપા છે

તેમના જણાવ્યા મુજબ ધર્મના ઠેકા હેઠળ અધર્મ ફેલાયો છે. મારા પરદાદા સાથે હું વચને બંધાયેલ કે હું કહું એટલે તારે ચાલતું થઈ જવાનું માટે હવે તેનો આદેશ આવતાં આગામી 28 તારીખે પરદાની આજ્ઞાથી જીવતા સમાધી લઈશ 28 તારીખ એ તેમના ગુરુનો વાર છે. તેમજ માગશર બીજના દિવસે તેમના પરદાદા ના પાઠનો દિવસ હોવાથી એ દિવસે તેઓ જીવતા સમાધી લેવાની તૈયારી આરંભી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન