મેટ્રોસીટી અમદાવાદમાં લોકો એક તરફ પોતાની આવક અને પગાર થી માંડ માંડ વાહનો ખરીદતા હોય છે. અને એમાં પણ મોટા ભાગના અમદાવાદીઓ પોતાના ટુ વ્હીલર , ત્રી વ્હીલર તેમજ ફોર વ્હીલર ની ખરીદી લોન ઉપર જ કરતા હોય છે. અને એના હપ્તા ભરતાં ભરતાં અમદાવાદીઓને નાની દાદી યાદ આવી જાય છે. કારણકે દેશમાં અત્યારે મંદી અને બેરોજગારી ચાલી રહી છે. અને આવા માહોલમાં એક તરફ ઘર ચલાવવું અને બીજી તરફ વાહનના લોનના હપ્તા ભરવા અમદાવાદીઓને લોખંડના ચણા ખાવા સમાન થઈ ગયા છે.
આમ, જેમ તેમ કરીને અમદાવાદીઓ પોતાની માલિકીનો વાહન વસાવી રહ્યા છે ત્યારે શહેરમાં તેમના જ વાહનોની સુરક્ષા રામ ભરોસે છે.
જી હા, અમદાવાદ માં વાહન ચોરી ખૂબ જ વધી ગઈ છે. શહેરમાં સામાન્ય રીતે જો જોવા જઈએ તો દર રોજ એક વાહન ચોરીની ઘટના ઘટી રહી છે. ચોરી મનફાવે તે સમયે લોકોના કીમતી વાહનો ચોરી કરીને નાસી રહ્યા છે. અને પોલીસ કોઈ યોગ્ય કાર્યવાહી કરી રહી નથી. તેથી હવે શહેરના ક્રિમીનલ વાતાવરણને જોતા લાગી રહ્યું છે કે જાણે ચોરોના દિલમાં અને દિમાગમાં પોલીસથી કોઈ ખોફ જ રહ્યો નથી.
વિગતવાર ચર્ચા કરવામાં આવે તો *”ગઈ કાલે અમદાવાદમાં બાપુનગર, આનંદ નગર તેમજ માધુપુરા માં વાહન ચોરીની જુદી જુદી ત્રણ ઘટના બની હતી* ત્રણ વાહન ચોરીના કિસ્સા એક જ દિવસમાં શહેર બની જતા શહેર માં પોલીસની પેટ્રોલિંગ ની કામગીરી પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
…………રીઝવાન શેખ,પત્રકાર
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
