Anand/ ઉત્તરાયણ પૂર્વે ચાઇનીઝ દોરીએ લીધો એક બાઇક સવારનો જીવ

રાજ્યમાં હવે ઉત્તરાયણની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ત્યારે આ સાથે જ ઉત્તરાયણમાં થતી ઘટનાઓની પણ શરૂઆત થઇ ગઇ છે. જી હા, આણંદથી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે.

Top Stories Gujarat Others
ચાઇનીઝ દોરીથી મોત
  • આણંદમાં ઉત્તરાયણ પૂર્વે ચાઇનીઝ દોરીથી મોત
  • ચાઇનીઝ દોરીથી બાઇક સવારનું ગળું કપાયું
  • પેટલાદના આશી ગામ પાસે બની ઘટના
  • ગાના ગામના 50 વર્ષીય આધેડનું થયું મોત
  • પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

રાજ્યમાં હવે ઉત્તરાયણની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ત્યારે આ સાથે જ ઉત્તરાયણમાં થતી ઘટનાઓની પણ શરૂઆત થઇ ગઇ છે. જી હા, આણંદથી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે, જ્યા એક બાઇક સવારનું દોરીનાં કારણે ગળુ કપાયુ હોવાનુ સામે આવી રહ્યુ છે.

આ પણ વાંચો – ડોન / અંડરવર્લ્ડ ડોન સુરેશ પૂજારીને અમેરિકાથી ભારત પરત લાવવામાં આવ્યો,મુંબઈમાં 25 કેસ નોંધાયા છે

આપને જણાવી દઇએ કે, મિત્રો ઉત્તરાયણનાં ગણ્યા ગાંઠ્યા દિવસો બાકી રહ્યા છે, વળી ગુજરાતમાં તો દિવાળી બાદ જ પતંગો ચગાવવાનું શરૂ થઇ જાય છે. પરંતુ ઘણી વખત પતંગનો શોખ અન્ય માટે તેના જીવનનો અંતિમ દિવસ બની જાય છે. જી હા, મંગળવારે આણંદમાં બનેલી ઘટનાએ એકવાર ફરી આ પર્વ પર ગ્રહણ લગાવવાનું કામ કર્યુ છે. અહી એક ચાઇનીઝ દોરીનાં કારણે એક બાઇક સવાર શખ્સનું ગળુ કપાઇ ગયુ છે, જેના કારણે તેનુ મોત થયુ છે. આ ઘટના આણંદનાં પેટલાદનાં આશી ગામ પાસે ઘટી હતી. બાઇક સવાર ગાના ગામનાં 50 વર્ષીય આધેડ હતા. જેમનું આ હાદસામાં મોત થયુ છે. ત્યારે હવે પોલીસે અકસ્માતથી મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો – મોતની આગ /  રાજકોટમાં લાઇટ જતાં પિતાએ દીવાસળી સલગાવતા આચનક લાગી આગ, બાળકીનું મોત

ઉલ્લેખનીય છે કે, લોકો હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણનાં દિવસે અગાશી ઉપર જઈને પતંગો ચગાવી પોતાના શોખને પુરા કરતા હોય છે. બાળકો માટે તો આ તહેવાર 2-3 મહિના સુધી ચાલતો તહેવાર છે, ઉત્તરાયણનાં એક દોઢ મહિના પહેલા અને એક દોઢ મહિના પછી પણ બાળકો તો ખુશી ખુશી આ પર્વને માણે છે. ઉત્તરાયણ માટે ગુજરાત જ પ્રખ્યાત કહેવાય છે, અહીંયાની ઉત્તરાયણને માણવા માટે દેશ વિદેશથી પણ લોકો આવે છે, ઘણી જગ્યાએ પતંગ મહોત્સવ પણ યોજાય છે અને મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ પણ આ ઉત્સવમાં જોડાતા હોય છે.