Not Set/ આતંકવાદને આર્થિક મદદ આપતું પાકિસ્તાન થશે બ્લેકલીસ્ટ

પોતાની આતંક પરસ્ત નીતિઓથી બાજ ન આવતા પાકિસ્તાનને વધુ એક ઝટકો લાગવાનો છે. આતંકવાદને આર્થિક મદદ કરવાના કારણે પાકિસ્તાનને બ્લેકલીસ્ટ દેશોની યાદીમાં શામેલ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ બાબતે પેરિસમાં ફાયનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ(એફએએફટી)ની છ દિવસીય બેઠક સોમવારથી શરુ થઇ ગઈ છે. છેલ્લા કેટલાક મહિનાઓથી પાકિસ્તાન એ પ્રયાસમાં લાગેલું છે કે એને એ […]

Top Stories World

પોતાની આતંક પરસ્ત નીતિઓથી બાજ ન આવતા પાકિસ્તાનને વધુ એક ઝટકો લાગવાનો છે. આતંકવાદને આર્થિક મદદ કરવાના કારણે પાકિસ્તાનને બ્લેકલીસ્ટ દેશોની યાદીમાં શામેલ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ બાબતે પેરિસમાં ફાયનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ(એફએએફટી)ની છ દિવસીય બેઠક સોમવારથી શરુ થઇ ગઈ છે.

છેલ્લા કેટલાક મહિનાઓથી પાકિસ્તાન એ પ્રયાસમાં લાગેલું છે કે એને એ યાદીમાં ન શામેલ કરવામાં આવે જે એફએએફટીની મની લોન્ડરિંગ વિરોધી અને આતંકવાદને આર્થિક મદદ વાળા નિયમોનું પાલન નથી કરતા. હાલમાં એફએએફટીની ગ્રે-લીસ્ટમાં શામેલ થવાની કગાર પર રહેલું પાકિસ્તાન આ બાબતને લઈને તણાવમાં છે.

હકીકતમાં આ લીસ્ટમાં આવતા દેશોની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડે છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં પાકિસ્તાન ગ્રે-લીસ્ટમાં શામેલ થવામાંથી બચી ગયું હતું. જોકે, એફએએફટીના અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે કે જુનમાં પાકિસ્તાનને એફએએફટીની સર્વેલન્સ લીસ્ટમાં શામેલ કરી દેવામાં આવશે.

એફએએફટીની છ દિવસીય બેઠક બાદ એ નક્કી થઇ જશે કે પાકિસ્તાનને ગ્રે-લીસ્ટમાં નાખવામાં આવશે કે નહિ. પાકિસ્તાનની કાર્યવાહક સરકારે નાણામંત્રી શમશાદ અખ્તરને બચાવ કરવા માટે પેરીસ મોકલવામાં આવ્યા છે.

એફએએફટી એક અંતર સરકારી સીસ્ટમ છે, જેની રચના 1989માં કરવામાં આવી હતી. આ સંસ્થાનો હેતુ મની લોન્ડરિંગ, આતંકવાદને આર્થિક મદદ અને આંતરાષ્ટ્રીય નાણાકીય પ્રણાલીની અખંડતાને નુકસાન પહોચાડતા પરિબળો સામે લડવાનો છે. આ પહેલા પાકિસ્તાન વર્ષ 2012-2015 સુધી એફએએફટીની ગ્રે-લીસ્ટમાં રહી ચુક્યું છે.